Home> Gujarat
Advertisement
Prev
Next

'પાર્ટીને લીડ ના અપાવી શક્યો, હું ખુબ જ દુઃખી છું, મારા પર કાર્યવાહી કરી શકો છો'

Patan LokSabha Lost: ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર દુઃખ સાથે પત્ર લખીને હારની જવાબદારી સ્વીકારી છે. તેમને કહ્યું કે, અહીંથી ભાજપને મોટી લીડ મળી અને ચંદનજી ઠાકોર હારી ગયા હતા. જેથી ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે પ્રદેશ કોગ્રેસને પત્ર લખીને પોતાનું દુ:ખ ઠાલવ્યું છે.

'પાર્ટીને લીડ ના અપાવી શક્યો, હું ખુબ જ દુઃખી છું, મારા પર કાર્યવાહી કરી શકો છો'

Patan LokSabha Lost: લોકસભા ચૂંટણી પુરી થઈને પરિણામ આવી ચૂક્યા છે. મોદી સરકાર 3.0માં નવા કેબિનેટની રચના પણ થઇ ચૂકી છે, પરંતુ હજુ પણ ગુજરાતના કેટલાંક નેતાઓ હારને પચાવી શક્યા નથી, ત્યારે ચાણસ્માના કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પત્ર લખ્યો છે. ભાજપ ઉમેદવારને 27,000ની લીડ મળતાં ધારાસભ્ય દુખી થયા છે અને તેમણે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થતી હોય તો તેનો સ્વીકાર કરવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.

fallbacks

15 સપ્ટેમ્બર બાદ શું ગુજરાતમાં વધી શકે છે આવા કેસ? વરસાદની આ આગાહી સાચી પડી તો...!!

ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર દુઃખ સાથે પત્ર લખીને હારની જવાબદારી સ્વીકારી છે. તેમને કહ્યું કે, અહીંથી ભાજપને મોટી લીડ મળી અને ચંદનજી ઠાકોર હારી ગયા હતા. જેથી ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે પ્રદેશ કોગ્રેસને પત્ર લખીને પોતાનું દુ:ખ ઠાલવ્યું છે. ચાણસ્મા વિધાનસભા બેઠક પર ભાજપને 27 હજારથી વધુની લીડ મળતા કોંગ્રેસના ધારાસભ્ય દુઃખી થયાં છે. ધારાસભ્ય દ્વારા કોગ્રેસનો પ્રચાર પ્રસાર કરવા પર ખુબ જ મહેનત કરી હોવા છતા પરિણામ ન મળતા પ્રદેશ કોગ્રેસને પત્ર લખ્યો છે. ચાણસ્મા બેઠક પર કોગ્રેસને લીડ ન મળતા પ્રદેશ દ્વારા જે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થતી હોય તેનો સ્વીકાર કરીશ તેમ પત્રમાં ધારાસભ્ય દિનેશ ઠાકોરે ઉલ્લેખ કર્યો છે.

fallbacks

ગુજરાતમાં બાળકોને શાળાએ મોકલવા'યે મોંઘા; રીક્ષા ભાડું અને સ્કૂલ વાનના ભાડામાં વધારો
 
ઉલ્લેખનીય છે કે, પાટણ લોકસભા પર  કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી લીડ લેવામાં આગળ પાછળ થતાં હતા. પરંતુ અંતે ભાજપના ભરતસિંહ ડાભીએ કુલ 5,91,947 મતો સાથે એટલે કે માત્ર 31,876ના મતોની લીડથી જીત્યા હતા. કોંગ્રેસના ચંદનજી ઠાકોરને 5,60,071 મત મળ્યા હતા. પરંતુ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો.

જૂનાગઢ મનપાના પટાંગણમાં ઢોલ ઢબૂક્યા; ભાજપના કોર્પોરેટરે લોકોને સાથે રાખી વિરોધ કર્યો

કોણ છે ચંદનજી ઠાકોર?
ચંદનજી ઠાકોર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના જયનારાયણ વ્યાસ સામે જીત્યા હતા. લોકસભાની પાટણ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર વ્યવસાયે ખેતી અને બિલ્ડર છે. આ સાથે તેમની ધર્મ પત્નિ પણ તેમના વ્યવસાય સાથે જોડાયેલા છે. ચંદનજી ઠાકોરનો જન્મ 01 જૂન 1972ના રોજ સુજનીપુરમાં થયો હતો. જો તેમના અભ્યાસની વાત કરીએ તો તેઓ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More