Home> Gujarat
Advertisement
Prev
Next

'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના...', જાણો મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું શું છે વિશેષ મહત્વ

જુનાગઢમાં દર વર્ષે મહાશિવરાત્રી મેળો યોજાઈ છે. જેમાં 56 એકર જમીનમાં આ મેળો યોજાઈ છે. આદિ શંકરાચાર્યએ શરૂ કરેલી પરંપરા મુજબ મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું વિશેષ મહત્વ રહેલ છે...

'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના...', જાણો મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું શું છે વિશેષ મહત્વ

અશોક બારોટ/જૂનાગઢ: જુનાગઢ મહાશિવરાત્રી મેળામાં નાગા સાધુઓ, ભભૂત અને ધુણાનું વિશેષ મહત્વ રહેલું છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તેમજ ગુરુ દત્તાત્રેય ભગવાન સમસ્ત સાધુઓના સદગુરુ કહેવામાં આવે છે.

fallbacks

રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11

જુનાગઢમાં દર વર્ષે મહાશિવરાત્રી મેળો યોજાઈ છે. જેમાં 56 એકર જમીનમાં આ મેળો યોજાઈ છે. આદિ શંકરાચાર્યએ શરૂ કરેલી પરંપરા મુજબ મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું વિશેષ મહત્વ રહેલ છે, ભભૂત એ ભગવાન શંકરનો ખજાનો છે અને એટલે જ કહેવાયું છે કે ચપટી ભભૂત હે ખજાના કુબેર કા... ભગવાન ગુરુ દત્તાત્રેય સતયુગના ગુરુ છે, નાગા સાધુઓના માર્ગદર્શક છે. જેને અનુસરી સમસ્ત નાગા સાધુઓ ભગવાન શિવની આરાધના અહીં પાંચ દિવસ ચાલનારા મહાશિવરાત્રી મેળામા કરી શિવત્વ ને પામવા કઠોર તપ કરી ધન્યતા અનુભવે છે. 

ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, કઈ ટીમ છે ખતરનાક, કોણ પડશે ભારે; ટોસ મહત્વપૂર્ણ

ધુણાઓ એ ભગવાન દત્તાત્રેયની પૂજા છે. આ મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ વિદેશથી ભાવિકો આવે છે અને નાગા સાધુઓના દર્શન કરી કૃતજ્ઞ બને છે. ભગવાન શિવના ગુણો નાગા સાધુઓ, ભભૂત, ધુણાઓએ ભગવાન શિવની પૂજા અર્ચના અને પ્રતીક છે. જેને પામવા સાધુ-સંતો-મહંતો રાત દિવસ ભગવાન શિવની આરાધનામાં લીન બની હર હર મહાદેવનો નાદ કરે છે. 

ગુજરાતના પશુપાલકોને સરકાર આપી રહી છે 3000 રૂપિયાની સહાય! કેવી રીતે ઉઠાવી શકશો લાભ?

ત્રેતા યુગ અને દ્રાપર યુગ વીતી ગયા બાદ શંકરાચાર્ય પ્રગટ થયા હતા, જે પરંપરા આજે પણ નાગા સાધુઓ જાળવી ભક્તિ કરી રહ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More