Home> Gujarat
Advertisement
Prev
Next

ચાર્ટડ એકાઉન્ટ ફાઇનલ અને ફાઉન્ડેશનનું રિઝલ્ટ જાહેર, સુરતની ટોપર અને અમદાવાદના 3 વિધાર્થીઓ ટોપ 50માં

બીજી તરફ ઓલ્ડ કોર્ષના પરિણામની વાત કરવામાં આવે તો આ વખતે ઓલ્ડ ઈન્ડીયા લેવલે ઓલ્ડ કોર્ષમાં 3109 વિદ્યા્થીઓ પૈકી 44વિદ્યાર્થીઓ પાસ થતાં 1.42 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે અમદાવાદમાં 84 વિદ્યાર્થીઓ પૈકી 6 વિદ્યાર્થીઓ પાસ થતા 7.14 ટકા પરિણામ આવ્યું છે. 

ચાર્ટડ એકાઉન્ટ ફાઇનલ અને ફાઉન્ડેશનનું રિઝલ્ટ જાહેર, સુરતની ટોપર અને અમદાવાદના 3 વિધાર્થીઓ ટોપ 50માં

મૌલિક ધામેચા/અમદાવાદ: ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા  CA ફાઈનલ અને ફાઉન્ડેશનનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઓલ ઈન્ડીયા લેવલે ન્યૂ કોર્સમાં 28 હજાર 988 વિદ્યાર્થીઓ પૈકી 4437 આમ 15.32 ટકા પરીણામ આવ્યું હતું. જેમાં અમદાવાદના પરિણામની વાત કરીએ તો અમદાવાદમાં 800  પૈકી 314 આમ 39.25 ટકા પરિણામ આવ્યું છે. 

fallbacks

તો બીજી તરફ ઓલ્ડ કોર્ષના પરિણામની વાત કરવામાં આવે તો આ વખતે ઓલ્ડ ઈન્ડીયા લેવલે ઓલ્ડ કોર્ષમાં 3109 વિદ્યા્થીઓ પૈકી 44વિદ્યાર્થીઓ પાસ થતાં 1.42 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે અમદાવાદમાં 84 વિદ્યાર્થીઓ પૈકી 6 વિદ્યાર્થીઓ પાસ થતા 7.14 ટકા પરિણામ આવ્યું છે. 

મહત્વનું છે કે આ વખતે અમદાવાદમાંથી 3 વિદ્યાર્થીઓએ ટોપ 50માં રેન્ક પ્રાપ્ત કર્યો છે. જેમાં સલોની ગુલેચાએ 6ઠ્ઠો રેન્ક, કમલેશ ગુપ્તાએ 33મો રેન્ક અને ભૌતિક જાખણિયાએ 48મો ક્રમ પ્રાપ્ત કર્યો છે.

નોંધનીય છે કે, ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ફાઈનલ એક્ઝામમાં સુરતની રાધિકા બેરીવાલાએ ઓલ ઈન્ડિયા રેન્ક-1 મેળવીને દેશભરમાં ડંકો વગાડી દીધો છે. CAમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કરનાર રાધિકા બેરીવાલાને ગૃહરાજયમંત્રીએ શુભેચ્છા પાઠવી છે.

fallbacks

મૂળ સૂરતની રાધિકા બેરીવાલાએ સૌ પ્રથમવાર 800માંથી દેશમાં પ્રથમવાર નવા અભ્યાસક્રમમાં સૌથી વધુ 640 માર્ક મેળવ્યાં છે. રાધિકાએ એક સાથે વધુ રેકોર્ડ બનાવ્યા હોવાનું તેમના મેન્ટરે કહ્યું હતું આ સાથે જ સુરતમાંથી પણ પ્રથમવાર સૌથી વધુ માર્ક મેળવવાની સિદ્ધિ પણ રાધિકાના નામ પર જાય છે. 

fallbacks

(ડાબેથી જમણે)

1) સલોની ગુલેચા - CA ઓલઈન્ડિયા 6 રેન્કર
2) કમલેશ ગુપ્તા - CA ઓલઈન્ડિયા 33 રેન્કર
3) ભૌતિક ઝાંખણિયા  CA ઓલઈન્ડિયા 48 રેન્કર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More