Home> Gujarat
Advertisement
Prev
Next

સાચવજો! હું વીમા કંપનીમાંથી બોલી રહ્યો છું, તમને ઓછા પ્રીમિયમમાં વધુ ફાયદો કરાવીશ...

વીમા પોલિસીના નામે લાખોની ઠગાઈ. સિનીયર સિટીઝનને બનાવ્યા નિશાન. જુદી-જુદી પોલિસીના નામે પડાવ્યા રૂપિયા. સિનીયર સિટીઝને નોંધાવી ફરિયાદ. દિલ્લીના બંને ભાઈઓની ધરપકડ

સાચવજો! હું વીમા કંપનીમાંથી બોલી રહ્યો છું, તમને ઓછા પ્રીમિયમમાં વધુ ફાયદો કરાવીશ...

Surat News: જો તમને વીમા કંપનીમાંથી કોણ અજાણ્યા વ્યક્તિનો કોલ આવે. તો સતર્ક રહેજો. કારણ કે સુરતમાં બની એક એવી ઘટના  જે તમારા હોંશ ઉડાવી દેશે. વીમા કંપનીમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપીને એક જ પરિવાર પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા. કોણ છે આ આરોપી શું છે તેમની મોડસ ઓપરેન્ડી અને કેવી રીતે કરતા હતા છેતરપિંડી. તમને થતા તમામ સવાલોના જવાબ મેળવીશું આપણે અહીં.

fallbacks

'ભારત પરમાણુ ધમકીઓથી ડરતું નથી, સેનાના હુમલાથી પાકિસ્તાન ડરી ગયું', અમિત શાહ ગર્જયા!

પોલીસ જાપ્તામાં ઉભેલા આ બંને ઠાકોરબંધુએ ભેગા મળીને એક સિનીયર સિટીઝનને એવા ચકરાવળે ચઢાવ્યા. કે તેઓ ઠાકોર બંધુઓની જાળમાં ફસાઈ ગયા. અને સિનીયર સિટીઝન સાથે લાખો રૂપિયાની ઠગાઈ થઈ. લાલચમાં આવેલા સિનીયર સિટીઝનને જ્યારે ઠગાઈની ખબર પડી ત્યારે પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા.. અને પોલીસે ભારે જહેમત બાદ બંને આરોપીની ધરપકડ કરી.

આગામી 3 કલાક ગુજરાતમાં ખૂબ જ ભારે! આ 6 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ; વાવાઝોડા..

પોલીસે પકડેલા બંને ભાઈનું નામ અમિતકુમાર ઠાકોર અને સુમિતકુમાર ઠાકોર છે. બંને દિલ્લીના રહેવાસી છે. જ્યાંથી પોતાની ઠગાઈની દુકાન પણ ચલાવે છે. સુરતમાં રહેતા એક સિનીયર સિટીઝનને આ બંને ભાઈઓએ લાલચ આપી બોટલમાં ઉતારી લીધા. આ બંને ભાઈઓમાં સમગ્ર ષડયંત્રનો માસ્ટરમાઈન્ડ અમિતકુમાર ઠાકોર છે. જેણે વીમા કંપનીની ખોટી ઓળખ આપીને સુરતના સિનીયર સિટીઝન સાથે વાતચીત કરી સિનીયર સિટીઝનને વિશ્વાસમાં લીધા અને પછી ઠગાઈ આચરી.

2,43,93,60,00,000ની સંપત્તિ,170 રૂમનું દુનિયાનું સૌથી મોટું ઘર, ગુજરાતની આ રાજકુમારી

માસ્ટરમાઈન્ડ અમિતકુમાર ઠાકોરે સિનીયર સિટીઝનને જૂદી-જૂદી વીમા પોલિસીમાં રોકાણ કરવાની લાલચ આપી. લાલચમાં આંધળા બનેલા સિનીયર સિટીઝને અમિતની વાત માની અને પોતાના પરિવારના સભ્યો માટે 10 પોલિસીની ખરીદી કરી. પોલિસી જ્યારે પાકવા આવી ત્યારે પણ ગઠીયાઓએ સિનીયર સિટીઝન પાસેથી ચાર્જની વસુલાત કરી અને 98.85 લાખની છેતરપિંડી આચરી. રૂપિયા પરત ન મળતા સિનીયર સિટીઝને સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી. જેના આધારે બંને આરોપીની ધરપકડ કરવામાં આવી.

સાઇબર ક્રાઇમ વિરુદ્ધ ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી: છેલ્લા 15 દિવસમાં 12 મહત્વના કેસ

વીમા પોલિસીના નામે થયેલા સાયબર ફ્રોડમાં માસ્ટર માઈન્ડ અમિત કુમાર ઠાકોર છે. જેણે પોતાના ભાઈ સુમિતાના બેંક એકાઉન્ટમાં 36.81 લાખ રૂપિયા અને બહેનના એકાઉન્ટમાં 2.65 લાખ રૂપિયા ટ્રાન્ફર કર્યા હતા. પોલીસની ટીમોએ સિનીયર સિટીઝનની બેંક માહિતીના આધારે ટેક્નિકલ વર્કઆઉટ કરીને બંને આરોપીને દબોચી લીધા. હાલ બંને આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરાઈ છે.

વાવાઝોડું આવશે તો ચોમાસું બદલાઈ જશે! 25 મે પછી ગુજરાતમા થશે મોટો ફેરફાર; ભયાનક આગાહી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More