તૃષાર પટેલ, વડોદરા: દેશમાં દરિયાઈ માર્ગે આંતકી હુમલો થઈ શકે એ પ્રકારના એલર્ટને પગલે રાજ્યના દરિયાઈ કાંઠા વિસ્તારમાં સુરક્ષાને લઈને વિવિધ એજેન્સીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરા રેલવે સ્ટેશન ખાતે પણ રેલવે પોલીસ ફોર્સ દ્વારા લાંબા અંતરની ટ્રેન અને સ્ટેશન ખાતે હાજર મુસાફરોના સામાનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:- ઢબુડી માતાએ ધરપકડથી બચવા કરી આગોતરા જામીન અરજી, 6 સપ્ટેમ્બરે સુનાવણી
કાશ્મીરમાં 370ની કલમ હટાવ્યા બાદ સમગ્ર દેશમાં મોટા પ્રમાણમાં આંતકી હુમલા થઈ શકે તેવા એલર્ટના પગલે રાજ્યમાં પણ વિવિધ એજેન્સીઓ દ્વારા જાહેર સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વાહન વ્યવહાર થઈ રહ્યો હોય તેવા સ્થળો ખાતે પોલીસ સતર્ક બની ચેકિંગ હાથ ધરી રહી છે. વડોદરા રેલવે સ્ટેશન ખાતે રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા લાંબી અંતરની ટ્રેનોમાં યાત્રીઓના સામાન સહિત અન્ય બાબતોને ધ્યાને રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:- અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ, સરડોઇમાં 3 ઈંચથી વધુ વરસાદ
છેલ્લા ત્રણ દિવસથી ગુજરાત રેલવે પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન ખાતે વિવિધ પ્લેટફોર્મ અને પેસેન્જર વેઇટિંગ લોન્જમાં સહિત લાંબા અંતરની ટ્રેનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. એલર્ટના પગલે રેલવે પોલીસ દ્વારા દિવસ અને રાત્રીના સમયે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:- નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, ઉપરવાસમાંથી 1 લાખ ક્યુસેક પાણીની આવક
એલર્ટની વચ્ચે આર.પી.એફ દ્વારા રેલ મુસાફરી કરતાં મુસાફરો માટે હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો હતો.આ નંબર અંગેની જાણકારી પેસેન્જરોને મળી રહે તે માટે આર.પી.એફ દ્વારા પોસ્ટર પ્રદર્શન સહિત પ્લેટફોર્મ ખાતે મીની લાઉડ સ્પીકર દ્વારા જાહેરાત પણ કરવામાં આવે છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે