Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત વિધાનસભા ગૃહ છલોછલથી છલકાયું! ભાજપની વાહવાહીનો કોંગ્રેસના ધારાસભ્યએ કવિતાથી આપ્યો જવાબ

Gujarat Vidhansabha : ગુજરાત વિધાનસભા ગૃહમાં છલોછલ શબ્દથી સામસામે કવિતાઓ લખાઈ... ભાજપના મંત્રીની કવિતા પર કોંગ્રેસના ધારાસભ્યે કવિતા લખીને આપ્યો જવાબ 

ગુજરાત વિધાનસભા ગૃહ છલોછલથી છલકાયું! ભાજપની વાહવાહીનો કોંગ્રેસના ધારાસભ્યએ કવિતાથી આપ્યો જવાબ

Gandhinagar News : ગુજરાત વિધાનસભા ગૃહમા ભાજપ-કોંગ્રેસ સામ સામે છલોછલને ટેગલાઈન સાથે કવિતાઓના માધ્યમથી સામસામે આક્ષેપબાજી કરાઈ હતી. ગઈકાલે ગૃહમાં મંત્રી બળવંતસિંહે ગુજરાતમાં વિકાસ છલોછલના નામે કવિતાઓ કરી હતી. ગુજરાત સરકારના મંત્રી બળવંતસિંહે કહ્યું હતું કે, ગુજરાતમાં વિકાસ, પ્રગતિ છલોછલ. તો આજે કોંગ્રેસ નેતા કિરીટ પટેલે છલોછલની કવિતાઓ દ્વારા સરકાર પર પ્રહાર કર્યા હતા. કિરીટ પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં બેકારી, ભ્રષ્ટાચાર, મોંઘવારી છલોછલ.

fallbacks

ભાજપના મંત્રીએ છલોછલ પર શું કહ્યું હતું 
ગઈકાલે વિધાનસભા ગૃહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સંબોધન માટે આભાર પ્રસ્તાવની ચર્ચામાં સહભાગી થતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશી વિચારધારાના પરિણામે વર્ષ ૨૦૦૩થી ગુજરાતની વણથંભી વિકાસયાત્રા શરૂ થઇ હતી. જેને સરળ, મક્કમ અને નિર્ણાયક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ રાજ્ય સરકાર તેજ ગતિથી આગળ વધારી રહી છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્રને વરેલી રાજ્ય સરકારે આરોગ્ય, શિક્ષણ, આંતર માળખાકીય સુવિધાઓ, ઔદ્યોગિક, નીતિગત, સામાજિક જેવા તમામ ક્ષેત્રોમાં ઐતિહાસિક અને પરિવર્તનશીલ કામગીરી તેમજ જનકલ્યાણકારી યોજનાઓ દ્વારા લોકહિતના અનેક કામો કરી રહી છે.

અમદાવાદમાં ખાણીપીણીના શોખીનોને મોટો ઝટકો, એક મહિનો બંધ રહેશે માણેકચોક બજાર

પોતાના સંબોધનના અંતે મંત્રીએ છલોછલ શબ્દનો વ્યપાક પ્રયોગ કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં પાણી છલોછલ, પાક છલોછલ, વીજળી છલોછલ, ઉદ્યોગો છલોછલ, તિજોરી છલોછલ, નાગરિક સુવિધાઓ છલોછલ જેવી અનેક સુવિધાઓ છલોછલ છે. આમ, છલોછલ સરકારની છલોછલ કામગીરીનું પ્રતિબિંબ રાજ્યપાલના પ્રવચનમાં છલોછલ દેખાઈ રહ્યું છે.

કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે, ગુજરાતમાં જાણે રામરાજ્ય આવી ગયું છે, ગુજરાતની જનતા સુખી હોય, સુખ સંપત્તિથી છલોછલ હોય વિદ્યાર્થીઓ બેકાર ન હોય, નદી તળાવ પાણીથી છલોછલ હોય તેવી કવિતા સરકારના મંત્રીએ રજૂ કરી હતી. મને વિચાર આવ્યો કે જવાબ કવિતાથી આપવો જોઈએ. મેં રાતે 3 વાગ્યે કવિતા લખી. આ કવિતાના માધ્યમથી ગુજરાતની સમસ્યાને રજૂ કરવાનો પ્રયાસ કર્યો. ગુજરાતની જનતા 10 થી વધુ ટેક્સ ભરે છે. 

કિરીટ પટેલની કવિતાના કેટલાક શબ્દો...

  • જીએસટી, CST થી તિજોરી છલોછલ
  • વેપારીઓ ભરે કમરતોડ ટેક્સ છલોછલ
  • હવે જંત્રીથી પણ થશે છલોછલ
  • તો પણ બજેટ મૂડી કરતા દેવાથી છે છલોછલ
  • ભરતી માટે અરજીઓ છલોછલ
  • પીજી અને યુજી બેકારો પણ છલોછલ
  • તો પણ સાહેબ કરે છે કે રોજગારી છે છલોછલ
  • ગૌચરોની જમીન દબાણો છે છલોછલ
  • ગરાબોના દબાણો થયા છે છલોલથલ
  • તો પણ સાહેબ કહે છે સબસીડી છે છલોછલ

તો બીજી તરફ, સરદાર પટેલના નામ પર ગૃહમાં સામ સામી ચર્ચા રસપ્રદ બની હતી. કોંગ્રેસે કહ્યું કે, સરદાર પટેલનું નામ ભૂસવાનું કામ કોણે કર્યું તે સૌ જાણે છે. સરદાર પટેલ સ્ટેડિયમ અને કરમસદ નગરપાલિકામાં સરદાર પટેલનું નામ ભૂસાયું. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ગૃહમાં રાજ્યપાલના સંબોધન પર ચર્ચા દરમિયાન સરદાર પટેલના નામ ભૂંસાવા મુદ્દે વાત કરી હતી. 

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, ફેબ્રુઆરીના અંતમાં આવેલુ વાવાઝોડું માર્ચમાં વરસાદ લાવશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More