Home> Gujarat
Advertisement
Prev
Next

છોટાઉદેપુરમાં વેવાઈઓ વચ્ચે જંગ, ‘રાજ’ કરવા રાઠવા બ્રધર્સ પારિવારિક સંબંધો ભૂલ્યા

Chhota Udepur Politics : પોતાના અને વેવાઈ મોહનસિંહના દીકરાઓને થાળે પાડવા નારણ રાઠવાએ સુખરામનું પત્તુ કાપવા પ્રયાસ કર્યો એથી સુખરામ રાઠવા અકળાઈ ગયા છે. નારણ રાઠવાએ પોતાનો મત વ્યક્ત કર્યા પછી સુખરામ રાઠવાએ હું તો ચૂંટણી લડીશ જ એવો હુંકાર કરી દીધો છે

છોટાઉદેપુરમાં વેવાઈઓ વચ્ચે જંગ, ‘રાજ’ કરવા રાઠવા બ્રધર્સ પારિવારિક સંબંધો ભૂલ્યા

અમદાવાદ :ગુજરાત ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જ્ઞાતિવાદ, પરિવારવાદ સામે આવી રહ્યો છે. જેને કારણે ચૂંટણીના માહોલમાં વધુ ગરમાવો આવી રહ્યો છે. છોટાઉદેપુર કૉંગ્રેસની અંદર વિધાનસભાની ચૂંટણીને લઈને વિખવાદ ઉભો થયો છે. ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવાએ પોતાના પુત્રોને વિધાનસભાની ટીકીટ મળે તેવી લાગણી દર્શાવી છે. તો સાથે જ સુખરામ રાઠવા હવે લોકસભા લડે તેવો પણ મત વ્યક્ત કર્યો છે. છેવાડાના આદિવાસી બેલ્ટમાં પહેલાથી રાઠવા રાજ રહેલુ છે. ત્યારે એકબીજાના સંબંધીઓ ગણાતા રાઠવા બ્રધર્સ વચ્ચે ટિકિટનો જંગ છંછેડાયો છે.

fallbacks

છોટાઉદેપુર, રાજપીપળાની બેઠકો પર આદિવાસીઓનું પ્રભુત્વ વધુ છે. આ બેલ્ટમાં વર્ષોથી માત્ર 3 નેતાઓનો દબદબો રહ્યો છે. સુખરામ રાઠવા, નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવા. ત્રણેય પરસ્પર એકબીજાના સંબંધી ગણાય છે. પરંતુ રાજકારણમાં કોઈ સગો હોતો નથી, વખત આવ્યે એ પણ સાબિત થઈ જાય છે. ચૂંટણીના પરચમ લહેરાયા એટલે ત્રણેય રાઠવા બ્રધર્સ સામસામે આવી ગયા. ટિકિટની લાલચે તેમને એકબીજાના હરીફ બનાવી દીધા, અને સંબંધ ભૂલાયો.

આ પણ વાંચો : મુસ્લિમ હોવાથી ટેબલ ટેનિસમાં ટૂંકા કપડા પહેરવાનો વિરોધ થયો, ફિલઝાહના સંઘર્ષની કહાની

નારણ રાઠવાએ પોતાની રીતે જ એવો પ્લાન બનાવી લીધો કે મારો દીકરો સંગ્રામસિંહ રાઠવા છોટા ઉદેપુરની વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી કરે. મોહનસિંહનો દીકરો રણજીતસિંહ પાવી જેતપુરની બેઠક પરથી ઉમેદવારી કરે. તો વર્તમાન ધારાસભ્ય સુખરામ રાઠવા શું મંજીરા વગાડે? નારણ રાઠવાએ તેમનો ય પ્લાન બતાવી દીધો અને કહ્યું કે સુખરામ રાઠવા લોકસભાની ચૂંટણી લડે. 

પોતાના અને વેવાઈ મોહનસિંહના દીકરાઓને થાળે પાડવા નારણ રાઠવાએ સુખરામનું પત્તુ કાપવા પ્રયાસ કર્યો એથી સુખરામ રાઠવા અકળાઈ ગયા છે. નારણ રાઠવાએ પોતાનો મત વ્યક્ત કર્યા પછી સુખરામ રાઠવાએ હું તો ચૂંટણી લડીશ જ એવો હુંકાર કરી દીધો છે. ત્યારે કોંગ્રેસમાં વધુ એકવાર કકળાટ જોવા મળ્યો છે. નારણ રાઠવાએ એમ પણ કહ્યું કે, અગાઉ મોહનસિંહ રાઠવાએ બે વખત કમિટમેન્ટ આપ્યું હતું, જેને લઇને અમે બે વખત વિધાનસભામાંથી ખસી ગયા હતા. 

આ પણ વાંચો : મોબાઈલના મેગાપિક્સલ કરતા પણ તેજ છે માણસની આંખ, જાણો કેટલો પાવરફુલ છે તેનો લેન્સ

હવે જોવું એ રહ્યુ કે, રાઠવા ત્રિપુટી કેવી રીતે અકબંધ રહે છે. છોટાઉદેપુર જીલ્લામાં વર્ચસ્વ ધરાવતા રાઠવા ત્રિપુટીમાં તાલમેલનો અભાવ જોવા મળ્યો છે. પુત્ર પ્રેમના મોહમાં કોંગ્રેસને છોટાઉદેપુર જિલ્લાની ત્રણેય બેઠક ગુમાવવાનો વારો પણ આવી શકે છે. વેવાઈઓની આંતરિક લડાઈ કોંગ્રેસની નાવ ડુબાડી શકે છે. 

છોટાઉદેપુર વિધાનસભા બેઠક પર આદિવાસી બહુમતો જોવા મળે છે. આ સાથે જ અહીં રાઠવા જ્ઞાતિના મતોનુ પણ પ્રભુત્વ જોવા મળે છે. જણાવી દઈએ કે આ બેઠક પર જ્ઞાતિ આધારિત ગણિત ખૂબ જ પ્રબળ છે. આ બેઠક પર સૌથી વધુ વખત મોહનસિંહ રાઠવાનો વિજય થયો છે. મોહનસિંહ રાઠવા 1972-90 સુધી, 1990-97 સુધી, 1998-2002, 2007 થી 2022 સુધી સતત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. સતત મોહનસિંહનુ આ બેઠક પર પ્રભુત્વ રહેલું છે. જેથી હવે નારણ રાઠવાએ હવે ટિકિટ માટે જંગ છેડ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More