Home> Gujarat
Advertisement
Prev
Next

છોટાઉદેપુર: નસવાડીની સરકારી શાળાએ ગાઇડલાઇનનો ભંગ કર્યો, વિદ્યાર્થીઓને પુસ્તકો લેવા બોલાવ્યા

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની લિંડા આદિજાતિ વિભાગની મોડેલ સ્કુલે કોરોના વાયરસની મહામારીમાં રાજ્ય સરકારની ગાઇડ લાઇન હોવા છતા ગાઇડ લાઇનનો ભંગ કર્યો હતો. સ્કુલનાં શિક્ષકોએ એકમ કસોટીના પ્રશ્નપત્રો અને પુસ્તકો લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને સ્કુલે બોલાવતા વિવાદ થયો છે. 

છોટાઉદેપુર: નસવાડીની સરકારી શાળાએ ગાઇડલાઇનનો ભંગ કર્યો, વિદ્યાર્થીઓને પુસ્તકો લેવા બોલાવ્યા

નસવાડી : છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની લિંડા આદિજાતિ વિભાગની મોડેલ સ્કુલે કોરોના વાયરસની મહામારીમાં રાજ્ય સરકારની ગાઇડ લાઇન હોવા છતા ગાઇડ લાઇનનો ભંગ કર્યો હતો. સ્કુલનાં શિક્ષકોએ એકમ કસોટીના પ્રશ્નપત્રો અને પુસ્તકો લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને સ્કુલે બોલાવતા વિવાદ થયો છે. 

fallbacks

કોરોના: ભાવનગરમાં લોકડાઉનનાં 67 દિવસમાં 120 કેસ અનલોકનાં 60માં દિવસે આંક 10 ગણો

આ અંગે એક વાલીએ જણાવ્યું કે, અમને ફોન કરીને જાણ કરી હતી કે, પુસ્તકો અને પ્રશ્નપત્રો આવીને લઇ જાઓ. સરકારનો પરિપત્ર છે કે, બાળકો અને વાલીઓએ સ્કુલોમાં આવવું નથી તેમ છતા સ્કુલમાંથી અમને બોલાવ્યા છે, જો કે અહીં આવવાને કારણે કોરોના વાયરસ ફેલાવાની શક્યતા છે. 

જેતપુરમાં લોકડાઉનનાં કારણે આર્થિક સંકડામણથી કંટાળી શિક્ષકે ઝેરી દવા પીધી

જો કે આ અંગે શાળાનાં આચાર્ય મેરામન પેથીયાને જણાવ્યું કે, વાલીઓને જ આવવા માટે જણાવ્યું હતું. વિદ્યાર્થીઓને સાથે લાવવા માટે જણાવ્યું નહોતું. જો કે વાલીને પોતાને કેટલાક વિષયો અંગે માહિતી નહી હોવાથી તેઓ પોતાનાં સંતાનોને સાથે લઇને આવ્યા હતા. ઉપરાંત અમે એમ પણ કહ્યું હતું કે, એક વાલી આવીને પ્રશ્નપત્ર લઇ જાય તો પણ ચાલશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More