Home> Gujarat
Advertisement
Prev
Next

GICEA ના કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું સંબોધન, કહ્યું- અમારે કોઈ 20-20 નથી, આરામથી કામ કરવાનું છે

GICEA ના 75માં વર્ષની ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિકાસમાં એન્જિનિયર અને આર્કિટેકટની ભૂમિકા સરખી છે. આઝાદીના 75 વર્ષ થયાં છે

GICEA ના કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું સંબોધન, કહ્યું- અમારે કોઈ 20-20 નથી, આરામથી કામ કરવાનું છે

બ્રિજેશ દોશી, અમદાવાદ: GICEA ના 75માં વર્ષની ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિકાસમાં એન્જિનિયર અને આર્કિટેકટની ભૂમિકા સરખી છે. આઝાદીના 75 વર્ષ થયાં છે. અમારે કોઈ 20-20 નથી, આરામથી કામ કરવાનું છે. તમે અમને સૂચનો આપો અને લોકોના કામ અમે કરીશું. અમારો લક્ષ્ય લોકોના કામ કરવાનો છે અને એક પછી એક એ કરી રહ્યા છીએ. કોઈ ઉતાવળથી એક દિવસમાં બધું ઠીક ન થઈ જાય.

fallbacks

GICEA ના 75 માં વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં આયોજિત GICEA ના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. જો કે, મુખ્યમંત્રી બન્યા પહેલા ભુપેન્દ્ર પટેલ આ સંસ્થાના સભ્ય હતા. GICEA સિવિલ એન્જીનિયર્સ અને આર્કિટેક્ટ્સની પાયોનિયર સંસ્થા છે. ત્યારે આ કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ જગ્યાએ વિકાસમાં એન્જીનિયર અને આર્કિટેકટની ભૂમિકા એક સરખી છે. પહેલા ઈંચનો હિસાબ નહીં અને ફૂટનો ફરક નહીં એવા બિલ્ડીંગો જોયા છે. પણ હવે એકદમ પ્લાનિંગ સાથે બિલ્ડીંગ બને છે.

વિદ્યાર્થીનીને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં ઉલટાનો ભરાઈ ગયો યુવક, વિચાર્યું ન હતું તેવું થયું

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઘરમાં આવવાનું અને પરિવાર વચ્ચે બોલવાનું એમાંય સુરેન્દ્ર કાકા બેઠા હોય. કોઈપણ મુશ્કેલીઓ આવે સુરેન્દ્ર કાકા પાસે જ જવું પડે અને કાકા રસ્તો બતાવે જ છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને કામ કરવાનું શીખવે છે. આઝાદીના 75 વર્ષ થયાં છે અને નાની નાની વસ્તુઓ અંગે પ્રધાનમંત્રીએ વાત કરવી પડી હતી. કલાઈમેન્ટ ચેન્જની વાત નરેન્દ્રભાઈએ વર્ષો પહેલા કરી હતી.

નાગરિકોને ભીડભાળ વાળા બજારોમાં સાવચેતી સાથે ખરીદી કરાવવા પોલીસનો નવતર પ્રયોગ

કોઈને હવે ઝાડ ઉગાડવા કહેવું પડતું નથી, એ જ બતાવે છે કે જાગૃતિ આવી છે. આપણે તો ટીપી, ડીપી અને કપાતમાં જ રહ્યા, કપાત આવે એટલે આપણને તકલીફ પડે છે. હમણાં અહીં નવી ટેક્નોલોજીની વાત થઈ તો આવા ચશ્મા સરકાર પાસે પણ હોવા જોઈએ. અધિકારીઓ પહેરીને ફરે તો અમને પણ તકલીફ ના પડે અને તમને પણ તકલીફ ના પડવા દે. લોકોને ફાયદો કરતી કોઈપણ વસ્તુ ઝડપી કરવામાં આપણને રસ છે.

GUJARAT CORONA UPDATE: અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં વધ્યો કોરોનાનો ખતરો, રિકવર કરતા નવા કેસ વધુ

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અમારે કોઈ 20-20 નથી, આરામથી કામ કરવાનું છે. નરેન્દ્રભાઈએ કંડારેલી કેડી પર ચાલવાનું છે અને લોકોના કામ કરવાના છે. મુખ્યમંત્રી બન્યો એટલે બધી જ વાત ખબર હોય કે બધું આવડતું હોય એ શક્ય નથી. તમે અમને સૂચનો આપો અને લોકોના કામ અમે કરીશું. અમારો લક્ષ્ય લોકોના કામ કરવાનો છે અને એક પછી એક એ કરી રહ્યા છીએ. કોઈ ઉતાવળથી એક દિવસમાં બધું ઠીક ન થઈ જાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More