Home> Gujarat
Advertisement
Prev
Next

Chief Minister વિજય રૂપાણીનું મોટું નિવેદન, મંત્રીમંડળનું વિસ્તરણ નહી થાય

ગુજરાત વેક્સીનેશનમાં સૌથી મોખરે છે. કેન્દ્ર સરકારે ગુજરાતને સવા બે કરોડ ડોઝ આપી દીધા છે.

Chief Minister વિજય રૂપાણીનું મોટું નિવેદન, મંત્રીમંડળનું વિસ્તરણ નહી થાય

અમદાવાદ: કેંન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) રવિવારે મોડી રાત્રે પોતાના બે દિવસીય ગુજરાત (Gujarat) પ્રવાસ માટે અમદાવાદ પહોંચ્યા હતા. આજે તેઓ ખોડીયાર કંન્ટેનર જંકશન, વૈષ્ણવદેવી ફ્લાયઓવરનું લોકાપર્ણ કરશે.

fallbacks

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) આ પ્રસંગે કહ્યું હતું કે નવનિર્મિત 6 લેન બ્રિજ જે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ટ્રાફિકની સમસ્યાને હળવી કરશે. 17 કરોડના ખર્ચે આ ફલાય ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. ચિલોડા - ગાંધીનગર - સરખેજ સુધીના આ બ્રિજના નિર્માણથી સમયની પણ બચત થશે. 

World Yoga Day: એક સમયે સાપ વીંછી જોડે રમવા ટેવાયેલા આ બાળકો આજે ભણે છે યોગના પાઠ

આ ઉપરાંત વેક્સીન (Vaccination) ને લઇને કહ્યું હતું કે આજે ૨૧મી જૂને યોગા દિવસ અને વેક્સિનેશન મહા અભિયાન દેશભરમાં શરૂ થઈ રહ્યું છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના જોતા લાગે છે કે વેકેશનમાં આવશ્યક છે. ગુજરાત વેક્સીનેશનમાં સૌથી મોખરે છે. કેન્દ્ર સરકારે ગુજરાતને સવા બે કરોડ ડોઝ આપી દીધા છે. ગુજરાતની જનતાને અપીલ કરું છું આ મહા અભિયાન અંતર્ગત ગુજરાત કોઈ ગુજરાતી બાકી ન રહે વેક્સિનેશન સંપૂર્ણ પૂરું કરવામાં આવશે.

18 થી 44 વર્ષની વયજૂથની વ્યક્તિઓને હવેથી વૉક-ઈન વેક્સિનેશન લઇ શકશે. વેક્સિનેશન માટે સહુ સજાગ થાય અને હર એક વ્યક્તિ વેક્સિન લે એટલું જ નહીં વેક્સિનેશન માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે એવા ઉદ્દેશ સાથે વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરાયું છે. વ્યાપક અને સમયબદ્ધ વેક્સિનેશન માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું. ગુજરાતના તમામ નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન મળી રહે એ માટે ભારત સરકારે વેક્સિનનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરાવ્યો છે. રાજ્યમાં તમામ વયજૂથના નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન અપાશે.

World Yoga Day: જમીન કે ગ્રાઉન્ડ પર નહી, પણ પાણીમાં યોગ કરે છે ૬૧ વર્ષિય યોગ સાધક

બીજી વેવમાં કેસ ઘટી રહ્યા છે ત્યારે આપણે કોરોના મુક્ત બનીએ. કેંદ્રીય મંત્રીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં 5000 સેન્ટર ઉપર પાંચ લાખ લોકો ભાગ લે તે લક્ષણ ગુજરાત આગળ વધી રહ્યું છે. 

આ ઉપરાંત મંત્રીમંડળના વિસ્તરણને લઇને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મંત્રીમંડળના વિસ્તરણની કોઇ વાત જ નથી, માત્ર આ બધી વાતો હવામાં છે. મુખ્યમંત્રી (CM) એ મંત્રીમંડળના વિસ્તરણને લઇને ચાલી રહેલી ચર્ચાઓને પૂર્ણવિરામ મુકી દીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More