ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસ અને લૉકડાઉનની સ્થિતિ અંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, રાજ્યમાંથી પરપ્રાંતિય મજૂરોને પોતાના વતનમાં પરત મોકલવાની કામગીરી ચાલી રહી છે. ગઈકાલ સુધીમાં 67 ટ્રેન દ્વારા 80400 જેટલા શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવ્યા છે. આ મજૂરો બિહાર, ઝારખંડ, યૂપી અને ઓડિશાના છે. રાજ્ય સરકાર તમામ મજૂરોને પોતાના વતન મોકલવાની તૈયારી કરીરહી છે.
છત્તીસગઢના લોકોને મોકલવાની તૈયારી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. યૂપીની 20, ઓડિશાની 5, બિહાર 4, ઝારખંડ 2, મધ્ય પ્રદેશ 2 અને છત્તિસગઢ માટે 1 ટ્રેન રાજ્યના અલગ અલગ શહેરોથી રવાના થશે. જે પૈકી સુરતમાંથી 12, અમદાવાદ અને વિરમગામથી 3-3, રાજકોટથી 2, મોરબીથી 3, વડોદરાથી 3, જામનગરથી 2, નડિયાદ, જૂનાગઢ, મહેસાણા, પાલનપુર, ભરૂચ અને ગોધરાથી પણ ટ્રેનો રવાના થશે. આ સાથે અશ્વિની કુમારે જણાવ્યું કે, ગુજરાતના લોકો જે રાજ્યમાં ફસાયા છે તેમને પણ પરત લાવવામાં આવ્યા છે.
મહત્વનું છે કે લૉકડાઉનને કારણે રાજ્યમાં ફસાયેતા તમામ મજૂરોને પોતાના વતન પરત મોકલવામાં આવી રહ્યાં છે. વડોદરામાં રમકડા, ફૂગ્ગા જેવા સામાનનું વેચાણ કરતા આશરે 50 જેટલા રાજસ્થાનનારહેવાસીઓને પોલીસે એક ખાનગી બસમાં પોતાના વતન મોકલી આપ્યા છે.
ખાનગી ડોક્ટરો પ્રેક્ટિસ શરૂ કરેઃ રાજ્ય સરકારનો આદેશ
રાજ્યના મહાનગરોમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આવા શહેરોમાં ખાનગી ડોક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યાં નથી. ત્યારે ગુજરાત સરકારે આવા ડોક્ટરોને ફરજ પર હાજર થવાનો આદેશ કર્યો છે. નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે, જે ડોક્ટર પોતાના દવાનાખા ખોલીને કામ શરૂ નહીં કરે તેના લાયસન્સ રદ્દ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે