શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: હિંમતનગર નજીક સાબરડેરી પાસે રોડ સાઈડે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની પૈસાની લેતી દેતી મામલે બાળકીને ઉઠાવી ગયા અને બાદમાં બાળકીને ત્રણ લાખ રૂપિયામાં વેચી દેવાના મામલે ફરિયાદ નોધાયા બાદ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી અને બાળકીને પરત લાવવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
ભઈ! ઠંડીમાં હવે પલળવું પડશે! ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે વરસાદ!
રાજ્યના પાટણ જિલ્લા બાદ સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મામાં બાદ હવે હિંમતનગરમાં પણ બાળ તસ્કરીનો કિસ્સો સામે આવ્યો છે જેને લઈને હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોધાઇ છે.જેને લઈને પોલીસ તપાસ હાથ ધરી હતી અને એક મહિલા સહીત ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.
નારાજ થયા નારાણ કાકા! નકલી જીરૂ બનાવતી અનેક ફેક્ટરીઓ ઊંઝાથી ઝડપાઈ, પણ શું કાર્યવાહી?
હિંમતનગરના સાબર ડેરી પાસે ઝૂંપડપટ્ટી માં રહેતા શ્રમિક પરિવાર દ્વારા મોડાસાના વ્યક્તિઓ પાસે થોડા સમય પહેલા વ્યાજે પૈસા લીધા હતા અને તેની ઉઘરાણી અર્થે મારામારી થઈ હતી અને પછી બે શખ્સો સહિત એક મહિલાએ બરજબરીપૂર્વક સાત વર્ષની બાળકીને ઉઠાવી લઈ ગયા હતા. તો રૂ 60 હજાર રૂપિયાની લેતી દેતી મામલે લગભગ ત્રણ લાખથી ચાર લાખ રૂપિયા જેટલો હિસાબ બતાવી ઉઘરાણી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જેને લઈને સાત વર્ષની બાળકીને ઉઠાવી લઈ ગયા બાદ અન્ય રાજ્યમાં ત્રણ લાખ રૂપિયામાં વેચી દેવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે.
'કાયદો તોડશો તો પોલીસ તમારા ઘર-ટાંટિયા ભાંગશે', ગુંડાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર
એ ડીવીઝન પોલીસે ફરિયાદના આધારે એક મહિલા સહીત ત્રણ સામે ગુનો નોધીને તપાસ હાથ ધરી હતી અને આ ગુનામાં એક મહિલા સહીત ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.અને રિમાન્ડ માટે પણ રજૂ કરવામાં આવ્યા છે. પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગ કરી છે સાથોસાથ બાળકીને સહી સલામત લાવવા માટે પણ તપાસ હાથ ધરી દીધી છે.
ગુજરાતના કયા જિલ્લામાં છે આવું નઠ્ઠોર તંત્ર? પ્રજાના પૈસાનો આવો વેડફાટ કરવાનો?
પકડાયેલ આરોપી
1. અર્જુનભાઈ વિજયભાઈ નટ
2. શરીફાબેન જોઈતાભાઈ નટ
3. લખપતિ નટ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે