અમિત રાજપૂત, અમદાવાદ: અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં મિલકત માટે સગા પિતાની બાળકો તેમજ પત્નીએ હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મકાન પત્નીના નામે કરવાની ના પાડતાં પત્ની તેમજ બાળકોએ મૂઢ માર મારી ૫૦ વર્ષીય આધેડની હત્યા કરી નાખી હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો આજથી 3 મહિના પહેલા આંબાવાડી વિસ્તારમાં મહેતા વિનુભાઈ પરમાર ને પત્નીએ મકાન પોતાના નામે કરવાનું કહેતા વીનુભાઈએ ના પાડતા તેની પત્ની પુત્રી અને સગીર દીકરાએ બેજ બોલ અને ધોકાથી માર મારી ઇજાઓ પહોંચાડી હતી. જે મામલે પીએમ રિપોર્ટ આવતા મૃતકના ભાઈએ હત્યાની ફરિયાદ નોંધાવી છે.
પીએમ રિપોર્ટમાં સામે આવ્યું કે વિનુભાઈ પરમારનું મોત શરીર પર થયેલી ઈજાઓના કારણે થયું છે ત્યારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં મૃતકની પત્ની પુત્રી તેમજ સગીર પુત્રની ધરપકડ કરી છે.
મહત્વનું છે કે મિલકતના કારણે પરિવારજનો એ જ પિતાની હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી ત્યારે એલિસબ્રિજ પોલીસે આરોપી સગીર પુત્ર સહિત તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે