Arvind Trivedi House શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા : રામાયણ સીરિયમાં રાવણનું પાત્ર ભજવતા ગુજરાતી કલાકાર અરવિંદ ત્રિવેદી ભારતના દરેક ઘરમાં જાણીતું પાત્ર બની ગયા હતા. સાબરકાંઠાના ઈડરમાં તેમણે એક બંગલો બનાવ્યો હતો. જ્યાં તેમણે રામભક્તિથી પોતાના ઘરને સજાવ્યું હતું. ત્યારે ઈડરમાં સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદીના બંધ બંગલામાં ચોરીનો બનાવ બન્યો છે. ગત 1 ફેબ્રુઆરીથી 4 ફેબ્રુઆરી દરમિયાન ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે.
સ્વ.અરવિંદ ત્રિવેદીનું વતન એટલે ઈડર. પોતાના વતનમાં તેઓએ અન્નપૂર્ણા નામનો એક બંગલો બંધાવ્યો હતો. ત્યારે તેમના નિધન બાદથી આ બંગલો ખાલી હતો. આ બંગલામાં ચોરીનો બનાવ બન્યો છે. સ્વ.અરવિંદ ત્રિવેદી રામ ભક્ત હતા, તેથી તેઓએ બંગલામાં રામનું એક મંદિર પણ બનાવ્યુ હતું. ત્યારે લંકેશ જેમની પુજા કરતા રામની મુર્તીના ઘરેણા અને પાદુકાની ચોરી થઈ છે. પૂજા સ્થળે રાખેલ ચાંદીના છત્ર-3, મુઘટ-2, ચરણ પાદુકા-4, સોના ચાંદીના માળા-4, કમરપટ્ટો, ચાંદીના વાસણો. દિવા અને ચાંદીનો રથ તેમજ રોકડની ચોરી થઈ છે. બંગલામાંથી લગભગ 4.50 લાખ રુપિયાની મત્તાની તસ્કરોએ ચોરી કરી છે. ઈડર પોલીસે આ અંગે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :
ઉલ્લેખનીય છે કે, અરવિંદ ત્રિવેદી મૂળ ઈડરના કુકડિયા ગામના વતની હતા. કુંકડીયા ગામ ખાતે તેમનુ જુનુ મકાન હાલ પણ હયાત છે. તો તેમનો બંગલો ઈડર રોડ પર પણ છે. તેમના ઘરની દેખરેખ રાખતા સજ્જનબેન ઠાકોર કરતા હતા. અરવિંદભાઈ વર્ષમાં 7 થી 8 વખત અન્નપુર્ણા બંગલો ખાતે આવતા. તેમણે પોતાના બંગલાની દિવાલ પર શિવ તાંડવ લખાવ્યો છે. તો તમામ જગ્યાએ રામ લખેલ છે. આ ઉપરાંત પટાંગણમાં જ લંકેશ્વર મહાદેવની પણ સ્થાપના કરી છે.
આ પણ વાંચો :
પ્રોપર્ટી ખરીદવાનો પ્લાન કરતા ગુજરાતીઓ માટે માઠા સમાચાર.... હવે ઘર મોંઘુ પડશે
અમદાવાદીઓ બરાબરના ભેરવાયા! વેરામાં રૂપિયા 600થી 1000નો થઈ શકે છે વધારો
અરવિંદ ત્રિવેદી પૂર્વ સાંસદ પણ રહી ચુક્યા હતા. તો તેમની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોમાંથી થઇ હતી. તેમનાં ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી (Updendra Trivedi) પણ ગુજરાતી ફિલ્મ્સનાં સુપરસ્ટાર હતા. અને અનેક વાર તેઓ ઈડર ખાતે આવતા બંને ભાઈઓ સાથે આવીને રામની પૂજા કરતા હતા. અહીં રહેતા લોકો તેમને દાદા કે સાહેબના હુલામણા નામથી બોલાવતા હતા. સેવાભાવી અરવિંદ ત્રિવેદી અંબાજી જતા પદયાત્રીઓની પણ સેવા પણ કરતા હતા.
આ પણ વાંચો : કાળજું કઠણ કરીને વાંચજો આ ઘટના, દીકરા-દીકરીના લગ્ન પહેલા પિતાની અર્થી ઉઠી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે