જમીલ પઠાણ/છોટાઉદેપુર: કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. માતા અને પુત્રનું મોત થયું હતું. જ્યારે આ અકસ્માતમાં આસરે સાત જેટલા લોકો ગંભીર રીતે ઘવાયા હતા. મહત્વનું છે, કે આ અકસ્માત બોડેલીના કંકરોલિયા પાસે બની હતી. કાર અને છકડા વચ્ચે ઘડાકાભેર અકસ્માત થતા એક મહિલાનું અને એક બાળકનું મોત થયું હતું.
અકસ્માત થતા જ રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઇ હતી. મહત્વનું છે, કે અકસ્માત થતા મોટી સંખ્યામાં ગામના લોકોના ટોળા એકઠા થયા હતા. ગામ લોકો દ્વારા અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમને બોડેલી નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
મહત્વનું છે, કે કાર ચાલક છકડારિક્ષાને ટક્કર મારી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. અને કાર ચાલકને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે