Home> Gujarat
Advertisement
Prev
Next

સાબરકાંઠાના BZ ગ્રુપ CID ક્રાઈમનો સકંજો : ઓફિસોમાં પડ્યા દરોડા, પોન્ઝી સ્કીમનો આક્ષેપ

ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં સીઆઈડી ક્રાઈમ દ્વારા કાર્યવાહી કરાઈ છે. જેમાં બીઝેડ ગ્રુપ પર પોલીસે સકંજો કસ્યો છે. સીઆઈડીએ આ કેસમાં એક ફરિયાદ નોંધીને વધુ તપાસ આરંભી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ વિગતો બહાર આવી શકે છે.

સાબરકાંઠાના BZ ગ્રુપ CID ક્રાઈમનો સકંજો : ઓફિસોમાં પડ્યા દરોડા, પોન્ઝી સ્કીમનો આક્ષેપ

ગાંધીનગરઃ ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લીમાં બી.ઝેડ ગ્રુપની તમામ ઓફિસો પર સીઆઈડી ક્રાઈમના દરોડા પડ્યા છે.  BZ ગ્રુપની ઓફિસો પર દરોડા પડતાં રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો. ફિક્સ ડિપોઝિટ ડબલ કરવાની લાલચમાં રોકાણકારો ફસાયા હોવાના આક્ષેપો થયા છે. જોકે, આ મામલે એક અરજી મારફતે સીઆઈડીએ તપાસ આરંભી છે. આ કેસમાં એક ફરિયાદ પણ નોંધાઈ છે. 

fallbacks

આ પણ વાંચોઃ ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત સહિત પાંચેય આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર

BZ ગ્રુપ પર દરોડા પાડ્યા બાદ CID ક્રાઈમ દ્વારા ચોંકાવનારી માહિતી આપવામાં આવી છે. પત્રકાર પરિષદમાં સીઆઈડી ક્રાઇમ દવારા વિગતો આપવામાં આવી હતી કે, ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. 1 મહિનાથી અલગ-અલગ જગ્યાઓ પર સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું. ગઈકાલે વિવિધ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. 

ચોંકાવનારો ખુલાસો કરતા સીઆઈડી ક્રાઈમે કહ્યું કે BZ ફાયનાન્સિયલ સર્વિસ અનઅધિકૃત સંસ્થા છે. ગ્રાહકોને મહિનાના 3 ટકાથી લઈને વર્ષે 33 ટકા કરતાં વધુ વળતર આપવાની લાલચ આપતા હતા. કેટલા લોકો પાસેથી રૂપિયા લીધા તે કહેવું મુશ્કેલ છે. 175 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. આ ગ્રુપ દ્વારા શિક્ષકો અને નિવૃત સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવતા હતા. દરોડો દરમિયાન 16.37 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં વધશે ઠંડીનું જોર, ગગડી જશે તાપમાન, હવામાન અને અંબાબાલે કરી આગાહી

CID ક્રાઇમ રાજકુમાર પાંડિયનએ કહ્યું કે દરોડા દરમિયાન 16.37 લાખ રોકડા મળી આવ્યા છે. એગ્રીમેન્ટ અને 34 દસ્તાવેજો પણ મળ્યા છે. અનંત દરજી નામનો એક એજન્ટ પકડાયો છે. 5 અન્ય લોકોની પણ અટકાયતો કરવામાં આવી છે. એજન્ટોને 5થી 25 ટકા કમીશન આપવામાં આવતું હતું. તેમણે કહ્યું કે 6 હજાર કરોડ કરતા વધુ કે ઓછુંનું કૌભાંડ હોઈ શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More