Home> Gujarat
Advertisement
Prev
Next

VALSAD માં કરોડો રૂપિયાની સિગરેટની ચોરી, પોલીસ તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર એક ટેમ્પોમાંથી રૂપિયા 1 કરોડ 27 લાખ રૂપિયાથી વધુની કિંમતની સિગરેટના જથ્થાની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા વલસાડ પોલીસ દોડતી થઇ  છે. જોકે સવા કરોડની સિગરેટની ચોરીમાં ટેમ્પા ચાલાક અને ક્લીનરની સંડોવણી બહાર આવતા ડુંગરી પોલીસે આરોપી જોડીની ધરપકડ કરી લીધી છે. ટેમ્પામાં લગાવેલ ટ્રેકિંગ સિસ્ટમે ચોર ચાલાકોનો ભાંડો ફોડી નાખ્યો હતો. 

VALSAD માં કરોડો રૂપિયાની સિગરેટની ચોરી, પોલીસ તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ

ઉમેશ પટેલ/વલસાડ : અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર એક ટેમ્પોમાંથી રૂપિયા 1 કરોડ 27 લાખ રૂપિયાથી વધુની કિંમતની સિગરેટના જથ્થાની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા વલસાડ પોલીસ દોડતી થઇ  છે. જોકે સવા કરોડની સિગરેટની ચોરીમાં ટેમ્પા ચાલાક અને ક્લીનરની સંડોવણી બહાર આવતા ડુંગરી પોલીસે આરોપી જોડીની ધરપકડ કરી લીધી છે. ટેમ્પામાં લગાવેલ ટ્રેકિંગ સિસ્ટમે ચોર ચાલાકોનો ભાંડો ફોડી નાખ્યો હતો. 

fallbacks

સદીઓથી અધૂરુ રહેલુ મંદિરનું શિખર પીએમ મોદીએ બંધાવ્યું, હવે બની ગયુ ગુજરાતનું ફેમસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન

ડુંગરી પોલીસ સ્ટેશનમાં મહારાષ્ટ્રના ભિવંડીના એક ટ્રાન્સપોર્ટરે તેના ટેમ્પોના ચાલક અને ક્લિનરે અજાણ્યા શખ્સો સાથે મળી ટેમ્પોમાં ભરેલા 1 કરોડ 27 લાખથી વધુની કિંમતના સિગરેટના બોક્સની બારોબાર ચોરી કરી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ દાખલ થતાં જ ડુંગરી પોલીસ દોડતી થઇ ગઇ હતી. જોકે આ મામલે ટેમ્પો માલિક કિરણ પટેલ અને ટ્રાન્સપોર્ટર પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચેએ પહેલા જ ટેમ્પોના ચાલક અને  ક્લીનર જાતે જ પોલીસ સ્ટેશન જઈને તેમને બંધક બનાવી અજાણ્યા શખ્શો ટેમ્પોમાંથી 1.27 કરોડની કિંમતની સિગારેટની લૂંટ કરીને ફરાર થઈ ગયા હોવાની પોલીસ સમક્ષ વાત કરી હતી. 

એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં આગ, દર્દી અને ડોક્ટરોનું દિલધડક રેસક્યું શરૂ

ફરિયાદ દાખલ કરાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે પોલીસે ટેમ્પોના માલિક અને ટ્રાન્સપોર્ટરને જાણ કરતાં તે પણ ડુંગરી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે પોતાના જ ટેમ્પોના ચાલક અને ક્લિનર  વિરુદ્ધ કરોડોની કિંમતની સિગારેટની ચોરી કરી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોધાવી હતી. જોકે ટેમ્પોમાં લગાવેલ જીપીએસ સિસ્ટમના ડેટા અને ટેમ્પા ચાલાકના નિવેદનમાં તફાવત આવતા ડુંગરી પોલીસે આરોપી ટ્રક ચાલાક રાજકુમાર સિંગ અને ક્લીનર  દિનેશ સિંગની ધરપકડ કરી લીધી છે.

નજર ચૂકી તો દુર્ઘટના ઘટી: તમારા ATM પર નજર રાખીને બેઠી છે આ ગેંગ, કાર્ડ સાચવીને રાખજો

આ ઘટનામાં ટેમ્પા ચાલકે ચોરીની જે કેફિયત પોલીસ સમક્ષ જણાવી તે ખુબ જ રસપ્રદ છે. રાજકુમારના મતે પોતે મુંબઈના મસ્જિદ બંદર રોડ પર આવેલા ઇસ્ટ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એજન્સીમાંથી એક ટેમ્પો 1 કરોડ 64 લાખ અને 24 હજાર રૂપિયાની કિંમતના સિગરેટ ભરેલા 351 બોક્ષ લઇ એક  ટેમ્પો અમદાવાદના અસલાલી તરફ જવા નીકળ્યો હતો. જોકે  વલસાડ જિલ્લાના સોનવાડા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બે ગાડીમાં આવેલા અજાણ્યા શખસોએ ટેમ્પો રોકાવી ડ્રાઇવર અને ક્લિનરનું અપહરણ કરીને તેમને બંદી બનાવી ટેમ્પોમાંથી 273 બોક્સમાં ભરેલી 1 કરોડ અને 27 લાખની કિંમતની સિગારેટની ચોરી કરી અને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. 

નવરાત્રિને મંજૂરીના હજી ઠેકાણા નથી, ત્યાં ડાન્સ ગ્રૂપ થયા એક્ટિવ, નવસારીમાં એક છત નીચે ટોળુ ભેગુ કરી ગરબા કરાયા

બે કારમાં આવેલા અજાણ્યા શખસોએ ડ્રાઈવરને ક્લીનરના હાથ-પગ બાંધી અને તેમને શેરડીના ખેતરમાં મૂકી દીધા હોવાની વાત સાથે ટેમ્પોના ચાલક અને ક્લિનર વલસાડ જિલ્લાની ડુંગરી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે પોલીસ તપાસમાં ટેમ્પાના ટ્રેકિંગ સિસ્ટમ અને મોબાઈલ લોકેશનના ડેટાએ આ ટેમ્પા ચાલક અને ક્લીનરની બાજી પલ્ટી નાખી છે.

જૂનાગઢનો અરેરાટીભર્યો કિસ્સો : દીકરાને પારણામાં જ મોત આપીને માતાએ તેની બાજુમા ગળે ફાંસો ખાધો 

કરોડોની સિગરેટ ચોરી પ્રકરણમાં ફરિયાદી જ આરોપી નીકળ્યા છે. બંને ટ્રક ચાલાક અને ક્લીનરની ધરપકડ ડુંગરી પોલીસે કરી લીધી છે. ડુંગરી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. કરોડોની સિગરેટ ચોરીકાંડમાં આ ટ્રક ચાલક અને ક્લીનર સિવાય અન્ય બીજા કેટલા સંડોવાયેલા છે તેવા સવાલોના જવાબ મેળવવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. આમ જે માલિકે આ બન્નેને રોજગારી આપી તેમ છતાં ટૂંક સમયમાં લાખોપતિ થવા બંને ઠગ જય વીરુની જોડીએ ચોરી અને છેતરપિંડીનો માર્ગ અપનાવ્યો હતો. જોકે હવે જેલના સળિયા ગણાવાનો વારો આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More