Home> Gujarat
Advertisement
Prev
Next

બિસ્માર રોડની રજૂઆતોથી કંટાળેલા નાગરિકોએ રોડ પર આવીને રામધૂન બોલાવી

બિસ્માર રોડની રજૂઆતોથી કંટાળેલા નાગરિકોએ રોડ પર આવીને રામધૂન બોલાવી

* ભિલોડા અને મોડાસા તાલુકાની સીમાઓને લઇ રસ્તો રીપેરીંગ નહિ થતા ગ્રામજનો પરેશાન
* વાંદીયોલના ગ્રામજનો દ્વારા રસ્તા માટે રામધુન કરી અનોખો વિરોધ કરાયો
* છેલ્લા કેટલાય વર્ષોથી રસ્તો બની ચુક્યો છે બિસ્માર
* વાઆન્દીયોલ થી ભ્રમ્હ્પુરી તરફનો ૫ કિલોમીટરનો રસ્તો બિસ્માર
* ગ્રામજનો દ્વારા રામધુન કરી તંત્રની આખો ખોલ

fallbacks

અરવલ્લી : જીલ્લાના ભિલોડા અને મોડાસા તાલુકાની સરહદોને લઇ રસ્તાની સમસ્યાથી પરેશાન વાંદીયોલ ગામના ગ્રામજનોએ અનોખો વિરોધ કર્યો. સ્થાનિકોએ તંત્રની આંખો ખોલવા રામધુન કરી રસ્તો બનાવવાની માંગણી કરી અનોખો વિરોધ કર્યો હતો. દ્રશ્યોમાં ચાલતી રામધુન કોઈ ભગવાનના મંદિરમાં નથી પરંતુ રસ્તા માટે કરવામાં આવી રહી છે. ભિલોડા અને મોડાસા તાલુકાની સીમાઓમાં વહેચાયેલા ગામોના વિકાસથી વંચિત લોકો આ રામધુન દ્વારા અનોખો વિરોધ કરી તંત્રની આખો ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

દારૂ ભરેલી ગાડી પર કોન્સ્ટેબલ કુદ્યો, બુટલેગરે કલાકો સુધી ગાડી ભગાવી અને પછી...

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા વાંદીયોલ ગ્રામ પંચાયતની કે જ્યાં વાંદીયોલ અને બ્રહ્મપુરી એમ બંને ગામોના ૪૦૦૦ લોકો વસવાટ કરે છે. આ લોકોને કોઈપણ ખરીદી કે મેડીકલ જેવા કોઈ પણ કામ માટે નજીકમાં મોડાસા તાલુકાના ટીંટોઈ વેપારી મથક હોવાના નાતે અવર જવર કરવી પડે છે. વાંદીયોલથી બ્રહ્મપુરી થઇ ટીંટોઈ જતો ૫ કિલોમીટરનો  રસ્તો છેલ્લા કેટલાંય સમયથી બિસ્માર બની જતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. 

લોનના નામે છેતરપિંડી કરતા દંપત્તીની ધરપકડ, જો લોન માટે ડોક્યુમેન્ટ આપ્યા હોય તો સાવધાન

રોડમાં એક એક ફૂટના ખાડા પડી ગયા છે. જેને લઇ ઇપેરીંગ કરવા સરપંચ અવાર નવાર અકસ્માતો પણ સર્જાય છે. આ રસ્તો રીપેરીંગ કરવા સરપંચ દ્વારા રજુઆતો પણ કરવામાં આવી છે, તેમ છતાં રસ્તો રીપેરીંગ  કરવામાં નહિ આવતા આજે લોકોએ આ રોડ ઉપર રસ્તા માટે રામધુન બોલાવી અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. સમગ્ર મામલે આર એન્ડ બી વિભાગના એક્ક્ષિક્યુતિવ ઇજનેરનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે, આ રસ્તો આર એન્ડ બી સ્ટેટ વિભાગ હસ્તકનો હતો. જે થોડા સમય પહેલા આરએન્ડબી પંચાયત વિભાગને સોપવામાં આવ્યો છે, ત્યારે હવે આ માટે જરૂરી પ્લાન સ્તીમેન્ત બનાવી મંજુરી માટે મોકલી આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More