મૌલિક ધામેચા/અમદાવાદ : ભારતમાં કિડનીની બીમારી ગંભીર આરોગ્યની ચિંતા બની રહી છે. માર્ચના 2જા ગુરુવારને કિડનીની બિમારી વિશે જાગૃતિ લાવવા માટે વિશ્વભરમાં દર વર્ષે વિશ્વ કિડની દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે કિડનીના રોગ ને સાયલન્ટ કિલર પણ કહે છે કારણ કે કિડની લોકોને જ્યાં સુધી તે છેલ્લા તબક્કામાં ન પહોંચે ઘણીવાર ખબર નથી હોતી કે તેઓને કિડનીની બિમારી છે. નિષ્ણાતોના મત્ત અનુસાર આવું જાગૃતિના અભાવના કારણે બનતું હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 60% કિડની ફેઇલ થવાના કેસમાં વેળાસર તપાસ થાય તો તે ઘટના નિવારી શકાઇ હોત.
પત્રકાર બે સગીરાઓને ભગાડી ગયો, પછી હાઇકોર્ટે પોલીસની ઝાટકણી કાઢી અને...
ક્રોનિક કિડની ડિસીઝના મુખ્ય કારણોમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને કિડનીની અંદરના નાના ફાઈલર્સ ગ્લોમેરુલીને નુકસાન થાય છે. એક અભ્યાસમાં સામે આવેલી માહિતી અનુસાર ભારતમાં 2015માં કિડની ફેલ્યોરથી થયેલા મૃત્યુની સંખ્યા 1,36,000 હોવાનો અંદાજ છે. આ સંખ્યા ઝડપથી વધી રહી અને 2018ના અંદાજ મુજબ ભારતમાં લગભગ 1,75,000 લોકો ક્રોનિક ડાયાલિસિસ પર છે. કિડની ટ્રાન્સપ્લાન્ટના સંદર્ભમાં એવો અંદાજ છે કે ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તેવા લોકોમાંથી માત્ર 2 થી 3% લોકો જ તેને મેળવી શકે છે.
જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલનું ઓપરેશન થિયેટર સીલ, સેંકડો દર્દીઓ ઓપરેશન વગર રઝળ્યાં
આ વિશ્વ કિડની દિવસ નિમિત્તે સાયલન્ટ કિલર કિડની રોગ સામે લડવાના ઉદ્દેશ્ય સાથે કિડનીના તમામ પ્રકારના રોગો માટે યોગ્ય સારવાર કરતા પણ વધારે મહત્વનું વહેલું નિદાન. અત્રે ઉલ્લેખનીય છે કે, યોગ્ય સમયે જો બિમારી ડાયગ્નોસ થઇ જાય તો કિડની ફેલ્યોર અટકાવી શકાય છે. લોકોએ કિડનીને લગતી બિમારીઓ બાબતે વધારે જાગૃત થવાની ખુબ જ જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે