Home> Gujarat
Advertisement
Prev
Next

પ્રદૂષણથી શહેરીજનો ત્રસ્ત, સુરતના આ વિસ્તારમાં રાતના સમયે છવાઈ જાય છે ધુમ્મસ

ગુજરાતનું મહત્વપૂર્ણ શહેર સુરત તેની સ્વચ્છતા માટે દેશમાં જાણીતું છે. આ શહેરની હવા દેશમાં સૌથી શુદ્ધ હોવાનું કહેવાયું છે. ભારત સરકારે બહાર પાડેલા રેન્કિંગમાં સુરતનો પ્રથમ નંબર આવ્યો છે પરંતુ ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે.

પ્રદૂષણથી શહેરીજનો ત્રસ્ત, સુરતના આ વિસ્તારમાં રાતના સમયે છવાઈ જાય છે ધુમ્મસ

ચેતન પટેલ, સુરતઃ વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ સહિત અનેક પ્રદૂષણથી શહેરોની દશા બગડી રહી છે. શહેરીજનોને સ્વચ્છ હવા નથી મળતી. પરંતુ સુરત દેશમાં સૌથી સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે. જો કે વાસ્તવિક્ત અલગ જોવા મળી રહી છે...શું છે આ વાસ્તવિક્તા?. જુઓ આ અહેવાલમાં..

fallbacks

સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત દેશમાં અવ્વલ 
ભારત સરકારના રેન્કિંગથી સુરતીઓ આનંદીત 
રેન્કિંગમાં પ્રથમ પણ વાસ્તવિક્તા છે અલગ 
GIDC વિસ્તારમાં વિઝીબિલીટની છે સમસ્યા 

ગુજરાતનું મહત્વપૂર્ણ શહેર સુરત તેની સ્વચ્છતા માટે દેશમાં જાણીતું છે. આ શહેરની હવા દેશમાં સૌથી શુદ્ધ હોવાનું કહેવાયું છે. ભારત સરકારે બહાર પાડેલા રેન્કિંગમાં સુરતનો પ્રથમ નંબર આવ્યો છે પરંતુ ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. સુરતની પાંડેસરા GIDC વિસ્તારમાં વિઝીબિલીટીનો સૌથી મોટો પ્રશ્ન છે. કંપનીઓના ધુમાડાથી એટલું વાયુ પ્રદૂષણ થાય છે કે સ્થાનિકોને દેખાવાનો પ્રશ્ન ઉદભવી રહ્યો છે...

સુરત સ્વચ્છ હવા છે?
આ પ્રદૂષણ નથી?
કુત્રિમ ધુમ્મસ
ઓછી વિઝીબિલીટી 
વાહનચાલકોને પરેશાની
બેફામ બન્યા ઉદ્યોગો
ટ્રાફિક પોલીસ પરેશાન
નિયમોનું ઉલ્લઘન

આ પણ વાંચોઃ શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આ તારીખે થશે જાહેરાત

પાંડેસરા GIDC 
GIDC વિસ્તાર નોટિફાઇડ એરીયા છે, અહીં 500થી વધુ મિલો અને કેમિકલ ઉદ્યોગો આવેલા છે...અને આ કંપનીઓના વાયુ પ્રદૂષણથી અહીં વિઝીબિલિટી ઘટી રહી છે ...વાહન ચાલકોને ઓછી વિઝિબિલિટીના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે...તો સ્થાનિકોને આક્ષેપ છે કે પ્રદૂષણને કારણે આંખોમાં સૌથી વધુ સમસ્યા સર્જાય છે. આંખો લાલ થઈ જવી, ઈન્ફેક્શન લાગવું જેવી સમસ્યા રોજની છે...તો દુર્ગંધનો સૌથી મોટો પ્રશ્ન છે...અને આ સમસ્યા એટલી વિકટ છે કે ટ્રાફિક પોલીસના જવાનોએ આખો દિવસ મોઢા પર રૂમાલ બાંધી રાખવો પડે છે.

GIDC વિસ્તાર નોટિફાઇડ એરીયા છે
500થી વધુ મિલો અને કેમિકલ ઉદ્યોગો આવેલા છે
કંપનીઓના વાયુ પ્રદૂષણથી વિઝીબિલિટી ઘટી રહી છે
વાહન ચાલકોને ઓછી વિઝિબિલિટીના કારણે ભારે હાલાકી

દિવસની સાથે રાત્રે પણ સમસ્યા સર્જાય છે...રાતના સમયે તો સમગ્ર વિસ્તારમાં એટલું ઘાટ ધુમ્મસ છવાઈ જાય છે કે જાણે કોઈ હિલ સ્ટેશન પર હોઈએ...ઉદ્યોગની ચીમનીમાંથી છોડાતો ધુમાડો ખુબ જ કુત્રિમ ધુમ્મસ ઉભુ કરે છે...આ ધુમ્મસ લોકોના આરોગ્યને બગાડી રહ્યું છે...અહીં ઉદ્યોગ માલિકો નિયમોને ઘોળીને પી ગયા છે....તો આ મામલે જ્યારે અમે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજનલ ચેરમેન જીજ્ઞા ઓઝા પાસે જવાબ માગ્યો તો તેમણે કંઈક આવો જવાબ આપ્યો....

પ્રદૂષણથી શહેરીજનો ત્રસ્ત
રાતના સમયે તો સમગ્ર વિસ્તારમાં ઘાટ ધુમ્મસ છવાઈ જાય છે
ઉદ્યોગની ચીમનીમાંથી છોડાતો ધુમાડો કુત્રિમ ધુમ્મસ ઉભુ કરે છે
ધુમ્મસ લોકોના આરોગ્યને બગાડી રહ્યું છે
ઉદ્યોગ માલિકો નિયમોને ઘોળીને પી ગયા છે

ચેરમેન બહેન વાયુ પ્રદૂષણ માટે કંપનીઓને માત્ર 35 ટકા જવાબદાર ગણાવી, જ્યારે 65 ટકા ડિમોલિશન અને નવા બાંધકામને જવાબદાર ગણાવ્યું...કદાચ આ બહેન પાસે જ્ઞાનનો અભાવ છે....જેમના માથે પ્રદૂષણ કંટ્રોલ કરવાની જવાબદારી છે તેઓ જ આવા પ્રકારના નિવેદન આપે તો શહેરીજનોને સ્વચ્છ હવા ક્યાંથી મળશે?, અને આ અધિકારીઓના રિપોર્ટના કારણે જ સુરત સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંકે પહોંચ્યું હોય તેમ લાગી રહ્યું છે...બાકી ખરી રિયાલીટી તો તદંન અલગ છે..
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More