Home> Gujarat
Advertisement
Prev
Next

NEET ની પરીક્ષામાં મોટા કૌભાંડનો દાવો, વાલી અને વચેટિયા વચ્ચેની ઓડિયો ક્લિપ થઈ વાયરલ

NEET Scam : આવતીકાલે દેશભરમાં લેવાનારી NEETની પરીક્ષામાં સારા માર્ક અપાવવાના કથિત કૌભાંડના પુરાવા સામે આવ્યા છે... ફરી એકવાર નીટની પરીક્ષા ચર્ચામાં આવી 

NEET ની પરીક્ષામાં મોટા કૌભાંડનો દાવો, વાલી અને વચેટિયા વચ્ચેની ઓડિયો ક્લિપ થઈ વાયરલ

Rajkot News ગૌરવ દવે/રાજકોટ : NEETની પરીક્ષામાં સારા માર્ક અપાવવાના કથિત કૌભાંડથી ખળભળાટ મચી ગયો છે. 75 લાખથી 1 કરોડમાં NEETમાં 650થી વધુ માર્ક અપાવવાના ષડયંત્રનો દાવો કરાયો છે. ગુજરાતના 8 વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં આવ્યા છે. રાજકોટના વાલીને ટોળકીના વચેટિયાએ અમદાવાદ બોલાવ્યા અને અમદાવાદમાં ડીલ કરવામાં આવી હોવાનો સનસનીખેજ દાવો થયો છે. વાલી અને વચેટિયા વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. 

fallbacks
  • અમદાવાદ બોલાવી પૈસાની માંગણી કરાયાનો દાવો
  • આવતીકાલની પરીક્ષામાં 650થી વધુ ગુણની ગેરંટી અપાયાનો દાવો
  • આવતીકાલે NEETની પરીક્ષા લેવાય તે પહેલા ખુલાસો
  • કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો સુધી ફેલાયેલું છે નેટવર્ક
  • કૌભાંડમાં અમદાવાદના એક ક્લાસીસ સંચાલકની ભેદી ભૂમિકાનો દાવો

આવતીકાલે લેવાનારી NEETની પરીક્ષામાં કુલ 85 વિદ્યાર્થીને 650+ માર્ક્સ અપાવી દેવાની ગેરેન્ટી અપાઈ હોવાનો ખુલાસો થયો છે. 75 લાખથી 1 કરોડમાં NEETમાં 650+ માર્ક્સ અપાવી દેવાનું ષડયંત્ર સામે આવ્યું છે. ગુજરાતના 8 વિદ્યાર્થી શંકાના ડાયરામાં છે. રાજકોટના વાલીને ટોળકીના વચેટિયાએ અમદાવાદ બોલાવી હોટેલમાં કરેલી ડીલની વિગતો સામે આવી છે. કર્ણાટક, મધ્યપ્રદેશ સહીતના રાજ્યો સુધી આ નેટવર્ક ફેલાયેલું છે!

ગુજરાતમાં આજથી વરસાદની આગાહી : 20 થી વધુ જિલ્લાઓમાં વાવાઝોડા જેવા પવન સાથે ત્રાટકશે વરસાદ

આ વિશે એક્સપર્ટસે જણાવ્યું કે, આ રીતે થાય છે કારસ્તાન જે રાજ્યમાં વિદ્યાર્થી ભણતો હોય તેના આધારકાર્ડ 4-5 માસ અગાઉ અન્ય રાજ્યના બનાવી દેવાય છે. ગેરરીતિ વાળા કેન્દ્રો પર વિજિલન્સ મુકવી જોઈએ, આધારકાર્ડ બદલનારની તપાસ કરી પ્રતિબંધ મુકવો જોઈએ.

વચેટિયાએ સંપર્ક કર્યો હતો - પૂર્વ જિલ્લાશિક્ષણાધિકારી
NEET પરીક્ષામાં પાસ કરાવવાનું કૌભાંડનો મામલે પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું કે, બે મહિના પહેલા વચેટિયાએ સંપર્ક કર્યો હતો. મારી પાસે 4 દિવસ પહેલા વાલીએ મારો સંપર્ક કર્યો હતો. વચેટિયા દ્વારા રૂપિયા લઈ પરીક્ષામાં પાસ કરતા હોવાની જાણ કરી હતી. વિદ્યાર્થીઓના વાલીઓએ આ અંગે ફરિયાદ કરવી જોઈએ. વચેટીયાઓ ગુજરાતના વિદ્યાર્થીઓને બહાર અન્ય રાજ્યમાં લઈ જઈ આધારકાર્ડ બદલી કૌભાંડ આચરવામાં આવતું હોય છે. આ અંગે તપાસ કરવી જરૂરી...
 

અમદાવાદના એક કલાસિસ સંચાલકની પણ ભેદી ભૂમિકામાં હોવાનું ખૂલ્યું છે. NEETમાં ગેરરીતિની CBI સહિત 11 જગ્યાએ વાલીએ ફરિયાદ કરી છે. આ વચ્ચે વાલી અને દલાલ વચ્ચેની ઓડિયો કલીપ વાયરલ થઈ છે. અમદાવાદના ઈસ્કોન સર્કલ પાસે મળવા બોલાવી રૂપિયાની માંગ કરી છે. 

આ મામલે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, જે રાજ્યમાં વિદ્યાર્થી ભણતો હોય, તેના આધારકાર્ડ પહેલેથી જ અન્ય રાજ્યના બનાવી દેવામાં આવે છે. અને આ વિદ્યાર્થીઓ ગુજરાતની બહાર કર્ણાટકના હુબલી, બેલગામ અને બેંગ્લોર કેન્દ્રમાં પરીક્ષા આપે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. એજન્ટો આધારકાર્ડ બદલતા હોવાનો દાવો કરાયો. વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં થોડા જવાબો લખવાના. પરીક્ષા પુરી થાય ત્યારબાદ એક જ કલાકમાં OMR ભરીને માર્ક મેળવી શકાય તેવો દાવો કરાય છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓ ત્યાં સારી હોટેલ, રિસોર્ટમાં રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરતમાં 19 વર્ષીય મોડલનો આપઘાત, ચાર દિવસ પહેલા જ મધ્યપ્રદેશથી કામ માટે સુરત આવી હતી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More