ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના વેજલપુર વિસ્તારના સોનલ સિનેમા રોડ પર કરફ્યૂ બાદ પોલીસ અને અસામાજિક તત્વો વચ્ચે મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે. 2 એક્ટિવા ચાલક જાહેર રોડ રોડ પર ચીચીયારી કરતા જોવા મળ્યા હતા. બંનેને પોલીસે રોકતા અન્ય લોકો પણ પાછળ રિક્ષા પણ આવી ગઈ હતી. રીક્ષામા આવેલાં લોકોએ પોલીસ સાથે તકરાર કરી હતી. રીક્ષામાં સવાર લોકો લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે પોલીસે સાથે તકરારને લઈને વેજલપુર પોલીસે ફરિયાદ નોંધી છે. સાથે જ વેજલપુર પોલીસે 3 લોકોની અટકાયત પણ કરી છે.
પોલીસ સાથે જાનૈયાઓએ મારામારી કરી
સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્યના ચાર મહાનગરમાં 9 વાગ્યા બાદ કરફ્યૂ છે. ત્યારે આ કોવિડ 19 ની ગાઈડલાઈન મુજબ વેજલપુર પોલીસ શનિવારની રાત્રે અમલવારી કરાવી રહી હતી. ત્યારે જ સોનલ સિનેમા રોડ પર બે એક્ટિવા ચાલક અને બે રિક્ષામાં લોકો સવાર જોરજોરથી હોર્ન અને ચીચીયારી બોલાવી રહ્યા હતા. જાહેર રોડ પર આ દ્રશ્યો જોઈને વેજલપુર પોલીસે આ તમામને રોકવાનો પ્રયાસ કર્યો હતો. કરફયૂના અમલ દરમિયાન લગ્નની જાન લઈને પરત આવતા જાનૈયાઓને પોલીસે અટકાવતા મામલો બિચકયો હતો. આ અંગે તેઓને ઉભા રાખીને પૂછપરછ કરી હતી કે, તેઓ ક્યાંથી આવી રહ્યા છે. ત્યારે આ તમામ લોકોએ લગ્નમાંથી આવી રહ્યાં હોવાનું પોલીસને જણાવ્યું હતું. જોતજોતામાં આ તમામ લોકોએ ઉશ્કેરા જઈને પોલીસ સાથે ઘર્ષણ શરૂ કર્યું હતું. જેમાં પોલીસ સાથેના મારામારીનો વીડિયો પણ સામે આવ્યો છે.
વીડિયો વાયરલ થયો
અમદાવાદના સોશિયલ મીડિયામાં આ વીડિયો ફરતો થયો છે. ત્યારે વેજલપુર પોલીસે પોલીસના કામમાં રુકાવટ, મારામારી સહિતની ફરિયાદ મહિલા સહિત 11 લોકો સામે નોંધી છે. જેમાં ઝહીર શેખ, અયાઝ ઝહીર, અસલમ, જૈદ, સલીમબાનુ, ફરાઝના, ફરજાનાબાનુ, અફસરા, આબીદ મન્સૂરી ઇમરાન શેખનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે