Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરામાં વિદ્યાર્થિનીના નગ્ન ફોટા પાડી પૈસા પડાવ્યા, બ્લેકમેઇલ કરી આચર્યું દુષ્કર્મ

શહેરના ગોત્રી રોડ પાસે સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 12ની વિદ્યાર્થિનીના નગ્ન ફોટા પાડી તેને બ્લેકમેઇલ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાને પગલે શહેર પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે.

વડોદરામાં વિદ્યાર્થિનીના નગ્ન ફોટા પાડી પૈસા પડાવ્યા, બ્લેકમેઇલ કરી આચર્યું દુષ્કર્મ

વડોદરા: શહેરના ગોત્રી રોડ પાસે સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 12ની વિદ્યાર્થિનીના નગ્ન ફોટા પાડી તેને બ્લેકમેઇલ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાને પગલે શહેર પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને પ્રાથમિક માહિતીમાં સ્કૂલના જ સાથી મિત્ર દ્વારા વિદ્યાર્થિનીના નગ્ન ફોટા પાડી તેને વાયરલ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવ્યાં અને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

fallbacks

વધુમાં વાંચો:- ગુજરાતના આ ગામમાં નથી પાણીની સમસ્યા, ગ્રામજનોને પીવા માટે મળે છે મિનરલ વોટર

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના ગોત્રી રોડ પર ધોરણ 12માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને તેની સ્કૂલમાં જ અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ એક વર્ષ પહેલા અકોટા બ્રિજ પાસે લઇ ગયો હતો અને ત્યાં મોબાઇલમાં વિદ્યાર્થિનીના નગ્ન ફોટા પાડ્યા હતા. આ વિદ્યાર્થીએ તેના ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી વિદ્યાર્થિની પાસેથી રૂપિયા 30 હજાર પડાવ્યા હતા. જો કે, ત્યારબાદ આ વિદ્યાર્થીએ આ ફોટા તેના મિત્રને આપ્યા હતા અને તેણે પણ વિદ્યાર્થિનીને બ્લેકમેઇલ કરી બોલાવી હતી. જ્યાં તેની સાથે દુષ્કર્મ આચરી 20 હજાર રૂપિયા પડાવ્યાં હતા.

આ કિસ્સો ત્યાં ના અટકતા વિદ્યાર્થીના મિત્રએ તેના અન્ય એક મિત્રને આ વિદ્યાર્થિનીના ફોટા મોકલી આપ્યા હતા અને તેણે વિદ્યાર્થિની પાસે ફરી નગ્ન ફોટા મંગાવ્યા અને ગ્રૂપમાં મુક્યા હતા. આ ઘટનામાં 2 સગીર સહિત અન્ય 4 લોકોએ પણ આ ફોટા વાયરલ કર્યા હતા. ગોત્રી પોલીસે 2 સગીર સહીત 7 લોકો સામે ગુનો નોંધી 4 આોપીઓની ધરપકડ કરી છે. જેમાં ભવન્સ પ્રજાપતિ, પ્રદીપ ચૌહાણ, નિકુંજ રોહિત સહિત અન્ય એક સગીરની ધરપકડ કરી છે.

વધુમાં વાંચો:- ઔડાનાં મકાન સસ્તા ભાવે અપાવવાના બહાને છેતરપીંડી કરનાર બંટી બબલી સામે ફરિયાદ

આ રીતે ઘટના આવી સામે
વિદ્યાર્થિનીના પિતા ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકડાયેલા છે. તેના પિતા ધંધાના રૂપિયા ઘરમાં મૂકી રાખતા હતા. ત્યારે આગાઉ તેમને ઘરમાંથી રૂપિયા ઓછા થતાં હોવાનું જણાયું હતું. આ અંગે પિતાએ દીકરીને પૂછતા સ્કૂલમાં સાથે ભણતા અને તેના મિત્રો દ્વારા તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરતા હોવાનું સામે આવ્યું હતું.

જુઓ Live TV:-

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More