તેજસ દવે/મહેસાણા: શહેરની રોજગારી કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વ્યકતિએ કચેરીની પાસે આવેલા વોશરૂમમાં ગાળાની નાસ કાપીને આત્મહત્ય કરી લીધી હતી. સરકારી કર્મચારીએ તેનીજ ઓફિસની પાસે આત્મહત્ય કરી લેતા આ સમગ્ર મામલો ભારે ચર્ચામાં આવ્યો છે. જ્યારે આ સમગ્ર મામલે સરકારી કર્મચારીએ લખેલી સુસાઇટ નોટમાં કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જ્યારે આ સમગ્ર મામલે મહેસાણા પોલીસે તપાસ શરુ કરી છે.
મહેસાણા જિલ્લા કલેકટર કચેરી માંથી સમાજ રોજગાર કચેરીના ક્લાર્ક કક્ષાના કર્મચારીએ આત્મહત્યા કરી લીધી છે. અને તે વાસુભાઈ રાવલ આજે તેમની છાપ પરિવાર સાથે અન્ય કર્મચારીમાં આજે છોડી ગયા છે. કલેકટર કચેરીના બાથરૂમમાં આત્મહત્યા કરીને કોઈને જાણ પણ ન કરી કે તેમને શું તકલીફ હતી. વાશુભાઈ દેવશંકર રાવલ નામના કર્મચારીએ આત્મહત્યા ક્યાં કારણો સર કરી તે અકબંધ છે.
વધુમાં વાંચો...એમ્બ્યુલન્સ ચાલકોની હડતાળ: પાર્કિગ મુદ્દે તકરાર થતા સિવિલ હોસ્પિટલમાં મૃતદેહો રઝળ્યા
પોતાના શરીર પર ચપ્પુ જેવા ઘાતકીય હથિયારના ઘા પ્રથમ હાથ પર અને ત્યાર બાદ પોતાના ગાળા પર ઘા મર્યા હતા. અને બાથરૂમમાં જ આત્મહત્યા કરી હતી. આગમ્ય કારણોસર આત્મહત્યા કરી સુસાઈટ નોટમાં ઉલ્લેખ પણ કર્યું છે સુસાઇટ નોટમાં કોઈને હેરાનગતિ ન કરવા પણ સૂચન કરવામાં આવ્યું હતું. તેમ છતાં આજે પણ તેમના મોટ અંગે કોઈ પણ સમાચાર માંડ્યા નથી. તે જોતા પરિવાર અને કર્મચારીને એકલા છોડીને ચાલ્યા ગયા છે. મહેસાણા એ ડિવીઝન પોલીસે આ અંગે આપઘાતનો ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે