Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં UCC લાગુ કરવા દિલ્હીમાં બંધ બારણે થઈ બેઠક, જલ્દી થશે મોટી હલચલ

UCC In Gujarat : ગુજરાતમાં UCC લાગૂ કરવા માટે કામગીરી શરૂ... દિલ્હીના ગુજરાત ભવન ખાતે મળી મહત્વની બેઠક... UCC માટે બનેલી સમિતિના સભ્યોની બેઠક યોજાઈ... SCના નિવૃત ન્યાયાધિશની અધ્યક્ષતામાં બેઠક મળી... UCCના ઉદ્દેશો, અવકાશ અને રૂપરેખા અંગે ચર્ચા થઈ 
 

ગુજરાતમાં UCC લાગુ કરવા દિલ્હીમાં બંધ બારણે થઈ બેઠક, જલ્દી થશે મોટી હલચલ

Gujarat Government Implement UCC : ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાના ડ્રાફ્ટ માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજાઈ હતી. ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ (નિવૃત્ત) રંજના દેસાઈની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે રચેલી પાંચ સભ્યોની ઉચ્ચ-સ્તરીય સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજવામાં આવી હતી. 

fallbacks

રાજ્ય માટે પ્રસ્તાવિત UCC (યુનિફોર્મ સિવિલ કોડ)ના ઉદ્દેશો, અવકાશ અને રૂપરેખા અંગે આ બેઠકમાં સમિતિના સભ્યોએ મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. સમિતિના અધ્યક્ષ રંજના દેસાઈ અને સમિતિના અન્ય સભ્યો નિવૃત્ત વરિષ્ઠ IAS અધિકારી સી.એલ. મીના, એડવોકેટ આર.સી. કોડેકર, ભૂતપૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર્તા  ગીતાબેન શ્રોફ આ મહત્વપૂર્ણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

પતિના હાથે સિંદૂર ન પુરવતા... પરિણીતાએ આપઘાત પહેલા છોડી હચમચાવી દેતી સ્યૂસાઈડ નોટ

આ બેઠકમાં ચર્ચા દરમિયાન, સમિતિએ વિવિધ હિતધારકો સાથેના સમાવિષ્ટ પરામર્શ દ્વારા વર્તમાન કાયદાઓની વ્યાપક સમીક્ષા માટે પોતાના દ્રષ્ટિકોણની રૂપરેખા આપી હતી. આનો ઉદ્દેશ ગુજરાત રાજ્યના તમામ નાગરિકો માટે ન્યાય, સમાનતા અને સામાજિક સુમેળને સુનિશ્ચિત કરતું પ્રગતિશીલ અને સશક્ત કાનૂની માળખું વિકસાવવાનો છે. 

સમિતિએ મહિલાઓ અને બાળકોને સમાન અધિકારો પૂરા પાડવા અને સામાજિક માળખાને મજબૂત બનાવવા માટે, ખાસ કરીને વ્યક્તિગત કાયદાઓમાં સમાવેશકતા, ન્યાયિક સમાનતા અને એકરૂપતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ સમિતિ પોતાનો અહેવાલ ગુજરાત સરકારને સુપરત કરશે તે રાજ્યના ભાવિ કાનૂની માળખાને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ભૂકંપના આંચકાથી ધ્રુજી ગુજરાતની ધરા, બનાસકાંઠામાં આવ્યો ભૂકંપ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More