Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતઃ કાપડના વેપારીએ પત્ની સાથે ફાંસો ખાઇ કર્યો આપઘાત

આ દંપતિની પુત્રી થોડા દિવસ પહેલા કોઇ યુવક સાથે ભાગી ગઈ હતી. 

સુરતઃ કાપડના વેપારીએ પત્ની સાથે ફાંસો ખાઇ કર્યો આપઘાત

સુરતઃ પૂણાગામ વિસ્તારમાં દંપતિએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર મચી છે. પોતાના ફલેટમાં જ દંપતીએ જીવન ટુંકાવ્યુ છે. આપઘાતની જાણ થતા લોકોના ટોળાની સાથે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. 

fallbacks

મૃતક હરીરામ માંગીલાલ પ્રજાપતિ કાપડના વેપાર સાથે જોડાયેલો હતો. તેમણે પંખા સાથે દોરી બાંધીને આપઘાત કર્યો હતો. આસપાસના લોકોએ જણાવ્યું કે, થોડા દિવસ અગાઉ જ વેપારીની પુત્રી અન્ય યુવાન સાથ ભાગી ગઇ હતી. ત્યારે પુત્રીના ભાગી જવાના કારણે બન્ને પતિ-પત્ની ડિપ્રેશનમાં હોવાની પ્રાથમિક શક્યતા સેવાઇ રહી છે. દંપતિના મૃતદેહને પી.એમ માટે મોકલવામાં આવ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More