Gujarat Heavy Rains: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને લેતા રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24x7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી છે. તેમણે આ સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલાઓ માટેના દિશાનિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રીએ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કંટ્રોલરૂમ 24x7 કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી સૂચનાઓ આપી હતી.
દરિયામાં મજબૂત થઇ સિસ્ટમ; ગુજરાત પર ઘેરાયું સંકટ, કયા વિસ્તારોમાં પડશે ભારે વરસાદ?
હવામાન વિભાગના મતે ગુજરાત નજીક અરબ સાગરમાં સર્જાયેલું લોપ્રેશર આગામી એક બે દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 થી 25 તારીખ દરમિયાન વિવિધ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો પર માવઠાના માર બાદ હવે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે.
ગુજરાતીઓ સાવધાન! એક જ દિવસમાં અમદાવાદમાં કેસ ડબલ, શું ફરી જોવા મળશે મોતનો ખેલ?
નોંધનીય છે કે, બુધવારે રાજ્યમાં 48 કરતા કરતા વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો અને અનેક જગ્યાએ નુકસાનીના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. હવામાન વિભાગે ગુરૂવારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે.
વાઘા આવ્યો વાઘ! ગુજરાતમાં ફરી 5 વર્ષ બાદ વાઘની એન્ટ્રી; છેલ્લા 4 મહિનાથી આ જંગલમાં..
મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુર, મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો તો કડાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુરના ક્વાંટ, નર્મદાના નાંદોદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અંબાલાલ પટેલની આગાહી કરી છે કે, મુંબઈ-ગોવા પર બનેલી સિસ્ટમ ચક્રવાતમાં બદલાશે. 22 મી મે સુધીમાં લો-પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાશે. વાવાઝોડું 24થી 28 મે વચ્ચે ગુજરાત પહોંચી જશે. મહારાષ્ટ્રના ભાગોમાં 15થી 20 ઈંચ વરસાદ ખાબકશે.
ડિંગુચા ફરી ચર્ચામાં! અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા;10 વર્ષથી પરિવાર સાથે સ્થાયી
અંબાલાલ પટેલનો દાવો છે કે ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જેમાં અનરાધાર વરસાદ તો થશે જ, સાથે જ 100 કિમી પ્રતિકલાકની ઝડપથી તોફાની પવન પણ ફૂંકાશે. દક્ષિણ ગુજરાતમાં ભયાનક પૂરની સ્થિતિ આવી શકે છે. ડાંગ, આહવા, વલસાડમાં 10થી 12 ઈંચ વરસાદ થશે. કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ભારે વરસાદ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે