ઝી ન્યૂઝ/ગાંધીનગર: ભારતભરમાં બહુગાજેલી રિલીઝ થઈ રહેલી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ ટ્રેન્ડિંગમાં છે. ત્યારે બહુચર્ચિત આ ફિલ્મ અંગે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો હતો. આજે CM ભૂપેન્દ્ર પટેલ ધ કશ્મીર ફાઈલ્સ જોવા માટે પહોંચ્યા છે. ભૂપેન્દ્ર પટેલની સાથે શિક્ષણમંત્રી જિતુ વાઘાણી સહિત ભાજપના ધારાસભ્યો, સાંસદો પણ ફિલ્મ જોવા માટે પહોંચ્યા છે. 100થી વધુ નેતાઓ એક સાથે ફિલ્મ જોવા માટે ગાંધીનગરના સિટીપલ્સ થિયેટરમાં પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે ગાંધીનગરના સિટીપલ્સ થિયેટરમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના તમામ નેતાઓએ ફિલ્મ જોવાનું આયોજન કર્યું છે.
નોંધનીય છે કે, સરકારે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ને ગુજરાતમાં કરમુક્તિ જાહેર કરી હતી. સીએમઓ દ્વારા ટ્વીટ કરીને જણાવાયુ હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'ધી કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મને રાજ્યમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ફિલ્મના વખાણ કરી ચૂક્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના વિસ્તારમાં હવેથી ડ્રોન નહીં ઉડાવી શકાય, “No Drone Zone” જાહેર કરાયો
કશ્મીરી પંડિતોનાં નરસંહારની સ્ટોરી
ફીલ્મ્બની સ્ટોરી વર્ષ 1990માં કશ્મીરી પંડિતોનાં નરસંહાર તથા તેમની સાથે થયેલા અન્યાય વિષે છે, જેમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશીએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. અભિષેક અગ્રવાલે પોતાના ટ્વીટર હેન્ડલ પર પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો શેર કરતા પોતાના દિલની વાત સોશિયલ મીડિયા પર લખી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે