Home> Gujarat
Advertisement
Prev
Next

50 વોલ્વોનું લોકાર્પણ અને લગ્નપ્રસંગ માટે વિશેષ બસ સેવાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

વોલ્વો બસ LED ટીવી, WiFi ડીવાઇસીસ, પ્રત્યેક સીટ પર મોબાઇલ-લેપટોપ ચાર્જીંગ પ્લગ સહિતની સુવિધાઓથી સજ્જ, લગ્નપ્રસંગે રાહતદરે ફાળવવાની થતી વિશિષ્ટ બસ રાજ્યના તમામ ૧રપ એસ.ટી. ડેપોમાં ફાળવાશે

50 વોલ્વોનું લોકાર્પણ અને લગ્નપ્રસંગ માટે વિશેષ બસ સેવાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે ગુરૂવારે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા સેવામાં મૂકાયેલી પ૦ વોલ્વો બસની સેવાનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ તેમણે લગ્નપ્રસંગે રાહત દરે ફાળવવા માટેની વિશિષ્ટ બસ સેવાઓ પણ લોકાર્પિત કરી હતી. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વાહન વ્યવહાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 

fallbacks

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આગામી દિવસોમાં રાજ્યના મહત્વપૂર્ણ યાત્રાધામો અને શહેરોને વોલ્વો બસ સેવાથી જોડી દેવાશે. ગુજરાત એસ.ટી. નિગમ અદ્યતન ટેકનોલોજી, બસોમાં GPS સિસ્ટમ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે સીધા જોડાણથી રિયલ ટાઇમ મોનીટરીંગ અને સમયપાલનમાં દેશમાં અગ્રેસર રહ્યું છે.

fallbacks

નવી 50 વોલ્વો બસમાં સુવિધા
LED ટીવી, WiFi ડીવાઇસીસ, પ્રત્યેક સીટ પર મોબાઇલ-લેપટોપ ચાર્જીંગ પ્લગ

માત્ર 1200થી 3000માં લગ્ન માટે બસ
રાજ્ય સરકાર દ્વારા લગ્ન માટે જે વિશેષ બસ સેવાની શરૂઆત કરાઈ છે તેનો દર અત્યંત નજીવો રાખવામાં આવ્યો છે અને તે સામાન્ય વર્ગને પણ પરવડી શકે એમ છે. સરકારે લગ્ન સહિતના ખુશીના પ્રસંગો માટેની આ બસનો દર રૂ.1200થી 3000ની વચ્ચે રાખ્યો છે. આ બસોનો વિશેષ રંગોથી સજાવાઈ છે. લગ્નપ્રસંગે રાહતદરની આ વિશિષ્ટ બસ રાજ્યના તમામ ૧રપ એસ.ટી. ડેપો પર ફાળવાશે.

fallbacks

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજયનાં ૨૫ લાખ જેટલા મુસાફરો એસ.ટી. બસ સેવાનો લાભ લે છે. પ્રવાસીઓની જરૂરિયાત પ્રમાણે આધુનિક સુવિધાઓથી સજ્જ વોલ્વો બસની સેવાનો વ્યાપ વધે અને મુસાફરોને સારી સુવિધા પ્રાપ્ત થાય તે માટે રાજયના એસ.ટી. ડેપોની સુવિધાઓ વધારી છે. નરોડા ખાતેના વર્કશોપનું આધુનિકરણ કરીને એસ.ટી. બસની બોડી બનાવવાનું કામ નિગમે હાથ ધર્યુ છે. રાજયના ૯૯ ટકા ગ્રામ્ય વિસ્તારને એસ.ટી. સુવિધાથી આવરી લેવાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More