હીતલ પારેખ/ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં નવા ઓટોમેટિક વેધર સ્ટેશન બનાવવા અને મોટા જળાશયો પર ઓટોમેટિક વોટર લેવલ રેકોર્ડર સિસ્ટમ બેસાડવાને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. રાજ્ય સરકાર દ્વારા જળસંશાધનના વધુ સુદ્રઢ અને અસરકારક અમલીકરણ માટે રિયલ ટાઇમ ઇન્ફરમેશન સિસ્ટમ બનાવવા રૂ.26.25 કરોડના ટેન્ડર મંજૂર કર્યા છે.
રાજ્યની નદીઓ તેમજ મોટા જળાશયોમાં રહેલા પાણીની રિયલ ટાઈમ માહિતી મળી રહે તેના માટે 104 નદીઓ અને 76 મોટા જળાશયો પર ઓટોમેટિક વોટર લેવલ રેકોર્ડર લગાવાશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સરફેસ વોટર અને ગ્રાઉન્ડ વોટર માટે નેશનલ હાઇડ્રોલોજી પ્રોજેકટ અંતર્ગત ભારત સરકારે 100 ગ્રાન્ટ તરીકે 8 વર્ષના સમયગાળા માટે કુલ રૂ.101 કરોડ મંજૂર કરેલા છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે