Home> Gujarat
Advertisement
Prev
Next

સીએમ રૂપાણીએ ખાડીયામાં કરી ઉત્તરાયણની ઉજવણી, પતંગરસિયાઓનો વધાર્યો ઉત્સાહ

આજે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણના પર્વની ધામધૂમથી ઉજવણી કરાવમાં આવી રહી છે. ત્યારે સીએમ વિજય રૂપાણી ઉત્તરાણયની ઉજવણી કરવા માટે પરિવાર સાથે ખાડિયામાં આવેલા ભૂષણ ભટ્ટના ઘરે આવી પહોંચ્યા હતા. દર વર્ષની જેમ આ વખતે પણ પરિવાર સાથે તેમણે ખાડિયામાં પતગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. 

સીએમ રૂપાણીએ ખાડીયામાં કરી ઉત્તરાયણની ઉજવણી, પતંગરસિયાઓનો વધાર્યો ઉત્સાહ

અમદાવાદ: આજે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણના પર્વની ધામધૂમથી ઉજવણી કરાવમાં આવી રહી છે. ત્યારે સીએમ વિજય રૂપાણી ઉત્તરાણયની ઉજવણી કરવા માટે પરિવાર સાથે ખાડિયામાં આવેલા ભૂષણ ભટ્ટના ઘરે આવી પહોંચ્યા હતા. દર વર્ષની જેમ આ વખતે પણ પરિવાર સાથે તેમણે ખાડિયામાં પતગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. 

fallbacks

વધુમાં વાંચો: ગુજરાતમાં આજથી 10 ટકા સવર્ણ અનામત લાગુ, જાણો કેવી રીતે મળશે લાભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી ઉત્તરાયણના દિવસે આ પરંપરાની શરૂઆત કરવામાં આવી હતી. તેઓ ખાડીયા જતાં લોકોને મળતા અને પતંગ ચગાવી આ પર્વની ઉજવણી કરતા હતા. તેજ રીતે આ પરંપરાને નિભાવતા આજે સીએમ રૂપાણી પણ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે અમાદવાના ખાડીયા વિસ્તારમાં આવી પહોચ્યાં હતા. ત્યારે સીએમ રૂપાણી સાથે તેમના પત્ની અંજલી સાથે મેયર બિજલ પટેલ, સ્થાનિક કોર્પોરેટર અને ભાજપના અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા.

વધુમાં વાંચો: ઉત્તરાયણનો તહેવાર માતમમાં ફેરવાયો, રાજ્યમાં ચાર લોકોના મોત

સીએમ રૂપાણીએ ખાડીયા ભૂષણ ભટ્ટના ઘરે પતંગ ચગાવ્યો હતો અને અંજલીબેને સીએમની ફીરકી પકડી હતી. સીએમ રૂપાણીએ પતંગનો પેચ પણ કર્યો હતો. ખાડિયાની આ ઉજવણીમાં વિદેશનાં ખાસ મહેમાનો પણ હાજર રહ્યાં હતાં. તેમણે પણ અમદાવાદનાં પતંગોત્સવની મઝા માણી હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ તેઓએ ખાડિયામાં ભૂષણ ભટ્ટનાં ઘરે જ પતંગોત્સવ ઉજવ્યો હતો. ગત વર્ષે તેમની સાથે પત્ની અને અભિનેતા મનીશ જોષી હાજર રહ્યાં હતાં. સીએમનાં આવવાને કારણે આસપાસનાં પતંગરસિયાઓનો ઉત્સાહ વધી ગયો હતો. સીએમ રૂપાણીએ પતંગ ચગાવી ઉત્સાહ વધાર્યો હતો.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More