Home> Gujarat
Advertisement
Prev
Next

CM રૂપાણીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવીને કહ્યું, કોરોનાની રસી ન આવે ત્યા સુધી ઢીલાશ ન રાખો

પત્ની અંજલી રૂપાણી સાથે આજે સવારે મુખ્યમંત્રી પંચદેવ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન શ્રીરામ, લક્ષ્મીનારાયણ, અંબાજી સહિતના દેવોના પૂજન અર્ચન કર્યા હતા. સાથે જ ગુજરાતના તમામ નાગિરકોના સુખાકારી માટે શુભેચ્છા (Happy New Year) પાઠવી

CM રૂપાણીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવીને કહ્યું, કોરોનાની રસી ન આવે ત્યા સુધી ઢીલાશ ન રાખો

ઝી મીડિયા/બ્યૂરો :મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ વિક્રમ સંવત 2077 ના નૂતન વર્ષ દિવસનો પ્રારંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચનથી કર્યો છે. પત્ની અંજલી રૂપાણી સાથે આજે સવારે મુખ્યમંત્રી પંચદેવ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન શ્રીરામ, લક્ષ્મીનારાયણ, અંબાજી સહિતના દેવોના પૂજન અર્ચન કર્યા હતા. સાથે જ ગુજરાતના તમામ નાગિરકોના સુખાકારી માટે શુભેચ્છા (Happy New Year) પાઠવી છે.

fallbacks

નવા વર્ષએ મુખ્યમંત્રીનો ગુજરાતીઓને સંદેશ 
મુખ્યમંત્રીએ સૌ નાગરિક ભાઈ- બહેનોને દિપાવલી અને નૂતન વર્ષ ની શુભકામના પાઠવતા કહ્યું કે, આ નવા વર્ષમાં સૌનું આરોગ્ય સુખ સમૃદ્ધિ વધુ ઉન્નત બને. રાજ્યની વિકાસ યાત્રા પણ આગળને આગળ ધપતી રહે તેવી પ્રાર્થના તેમણે કરી છે. ખાસ કરીને પ્રવર્તમાન કોરોના સંક્રમણની મહામારીથી સમગ્ર માનવજાત મુક્ત થાય અને સૌની તંદુરસ્તી જળવાય તેવી મંગલ કામના મુખ્યમંત્રીએ કરી. સાથે જ તેમણે નાગરિકોને અનુરોધ પણ કર્યો કે, આ પર્વ તહેવારની ઉજવણી સાવચેતી સાથે અને માસ્ક સહિતના સતર્કતાના પગલાંથી કરે. ભીડભાડ ના કરે તેમજ તેનાથી દૂર રહે.

કોરોનાની રસી ન આવે ત્યા સુધી ઢીલાશ ન રાખો 
તેમણે કહ્યું કે, રાજ્યનું આરોગ્ય તંત્ર તહેવારોના આ દિવસોમાં પૂર્ણ સજજ છે અને સંક્રમણ નિયંત્રણ અને ઉપચાર માટે તબીબી કર્મીઓ ખડે પગે છે. રાજ્યના નાગરિકોને રાજ્ય સરકારના અત્યાર સુધીના પરિણામકારી પ્રયાસોમાં જનતા જનાર્દને જે સહકાર આપ્યો છે તે જ સહકાર આપે અને કોરોનાની રસી આવનારા વર્ષમાં શોધાય ત્યાં સુધી કોઈ ઢીલાશ ના રાખે અને સ્વસ્થતા પ્રત્યે સતર્ક રહે તેવી અપીલ પણ નૂતન વર્ષ પ્રારંભ દિને કરી હતી.

fallbacks

ગાંધીનગરના મેયર રીટા પટેલ સહિત અગ્રણીઓ સંગઠન પદાધિકારીઓએ મુખ્યમંત્રીને આવકાર્યા હતા અને અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓને પણ સાલમુબારક પાઠવી અભિવાદન ઝીલ્યું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More