બ્રિજેશ દોશી/ગાંધીનગર :લોકસભા ચૂંટણીના પરિણામોના આગલા દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઝી 24 કલાક સાથે EXCLUSIVE મુલાકાત કરી હતી. તેણે પરિણામો અગાઉ સીધી વાત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની વાતમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, રાજકીય હુમલા તો થાય, કોંગ્રેસે તૈયાર રહેવું જોઈએ.
તેમણે ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, એક્ઝિટ પોલના તારણ કરતા વધુ સીટ અમને મળશે. એક્ઝિટ પોલ એક ટ્રેન્ડ સેટ કરતો હોય. તે મત ગણીને નથી કહેતુ. ઘણીવાર તેના કરતા ઘારણા બહારના પરિણામ આવતા હોય છે. પણ, કોંગ્રેસ બુરી રીતે હારી રહ્યા છે. કોંગ્રેસ ડરી ગયુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે