Home> Gujarat
Advertisement
Prev
Next

શક્તિસિંહે કરેલા આરોપો પર મુખ્યપ્રધાન જવાબ આપશેઃ આઈ.કે.જાડેજા

ઉલ્લેખનીય છે કે શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ સંબોધીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીને જાહેરમાં માફી માંગવા કહ્યું હતું. 

શક્તિસિંહે કરેલા આરોપો પર મુખ્યપ્રધાન જવાબ આપશેઃ આઈ.કે.જાડેજા

અમદાવાદઃ રાજ્યમાં પરપ્રાંતીયો પર થયેલી હિંસા મુદ્દે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે કહ્યું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરેલા નિવેદન પર તેઓ 15 દિવસમાં માફી માંગે બાકી હું તેમના પર ક્રિમિનલ કેસ કરવાનો છું. ત્યારબાદ આ અંગે ભારતીય જનતા પાર્ટીના નેતા આઈકે જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધીને કહ્યું કે, શક્તિસિંહે જે આરોપ લગાવ્યા છે તે યોગ્ય નથી. આ મામલે મુખ્યપ્રધાન પણ જવાબ આપશે. તેમમે કહ્યું કે, ઘણીવાર મૂળ વાતના કટકા કરી તેમાં તોડ-જોડ કરીને રજૂ કરવામાં આવતી હોય છે. 

fallbacks

તેમણે કહ્યું કે, સીએમે કોઈ એક વ્યક્તિને ટાંકીને વાત કરી નથી. શક્તિસિંહે આજે પ્રેસમાં સંબોધન કરીને જણાવ્યું કે, પરપ્રાંતીયો પર હુમલામાં સીએમે જે બાબતે કહ્યું છે તે કાંટીને બદનક્ષીનો કેસ કરવાની વાત મૂકી છે. કોંગ્રેસ અને તેના આગેવાનો કહેતા આવ્યા છે કે ભાજપ આ પ્રકારના હુમલા કરાવે છે. અમે અનેક વખત કહ્યું કે, કોંગ્રેસ હુમલાઓ સાથે સંકળાયેલી છે. આઈકે જાડેજાએ કહ્યું કે, કાયદો કાયદાનું કામ કરશે. જો શક્તિસિંહ પાસે કોઈ પૂરાવા હોય તો તે મીડિયા સમક્ષ આપવા જોઈએ. હુમલા કોના દ્વારા થયા અને કોના કહેવાથી થયા તેમ સામે આવવું જોઈએ. નિયમ મુજબ સરકાર પગલા ભરશે. 

આઈકે જાડેજાએ જણાવ્યું કે, ગુજરાતમાં બહારના લોકોનું પણ યોગદાન છે તેવું ભાજપ પહેલાથી જ માને છે. લોકો જાણી ગયા કે કોંગ્રેસ હુમલા કરાવે છે અને ફરિયાદમાં કોંગ્રેસના લોકોના નામ આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More