Home> Gujarat
Advertisement
Prev
Next

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા પર અદ્દભુત રંગારંગ, લોકોએ નિહાળ્યો લેઝર શો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ આ સ્મારકના નિર્માણ બાબતે જાત માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા પર અદ્દભુત રંગારંગ લેઝર શોને નિહાળ્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા પર અદ્દભુત રંગારંગ, લોકોએ નિહાળ્યો લેઝર શો

જયેશ દોશી/ નર્મદા: કેવડિયા કોલોની ખાતે નર્મદા નદીના કિનારે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બુધવારે પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ આ સ્મારકના નિર્માણ બાબતે જાત માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા પર અદ્દભુત રંગારંગ લેશર શોને નિહાળ્યો હતો. આ પ્રસંગે મીડિયાકર્મીઓને સંબોધન કરતા મુખ્યમંત્રી જણાવ્યું હતું કે, અદ્યતન ટેકનોલોજી દ્વારા શોનું નિર્માણ થયું છે. સાથે મ્યુઝીયમ, ગેલેરી, ટેન્ટ સીટી ઉપરાંત ભવિષ્ય બોટીગ, રોપ-વે જેવી અનેક સુવિધાઓ સાથે પ્રવાસીઓ રાત્રે લેઝર શો માણી શકશે.

fallbacks

fallbacks

સરદાર સાહેબનું જીવન ચરિત્ર, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટેકનીકલી વિગતો, એક ભારત શ્રેષ્ઠ ભારતની ગીતો સાથેના દરરોજ બે લેશર શોનો અદ્દભુત નજારો પ્રવાસીઓને માણવા મળશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, સ્ટેચ્યુ બનવાથી આસપાસના વિસ્તારની ઈકોનોમીમાં વધારો થશે જયારે આદિવાસી ભાઈ-બહેનોને રોજગારીની વિપુલ તકોના નિર્માણની સાથે આદિવાસી સંસ્કૃતિથી લોકો પરિચિત થાય તેમજ કેવડીયાની આસપાસ પ્રવૃત્તિમાં આદિવાસી વાતાવરણનો ટચ મળે તથા રોજગારીનું સર્જન થાય તેવા હેતુ સાથે રાજય સરકાર આગળ વધી રહી છે.

fallbacks

નર્મદા જિલ્લામાં રૂા.100 કરોડના ખર્ચે ટ્રાયબલ મ્યુઝીયમના નિર્માણનું કાર્ય ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. દેશના રજવાડાઓએ પણ અખંડ ભારતના નિર્માણમાં જે બલિદાન આપ્યું છે તે માટે રજવાડાઓ માટે અલગ મ્યુઝીયમ બનાવવા માટે વડાપ્રધાનના સૂચનની દિશામાં રાજય સરકાર આગળ વધશે તેવી નેમ તેમણે વ્યકત કરી હતી.

fallbacks

આ વેળાએ મુખ્યમંત્રીના ધર્મપત્નિ અંજલીબેન રૂપાણી, કૃષિમંત્રી આર.સી.ફળદુ, ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, પ્રદેશ અધ્યક્ષજીતુભાઈ વાધાણી, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, મુખ્ય સચિવ જે.એન.સિંગ, નર્મદા નિગમના સી.એમ.ડી એસ.એચ.રાઠોર, જિલ્લા પ્રભારી સચિવ એસ.જે.હૈદર, જિલ્લા કલેકટર આર.એસ.નિનામા, જિલ્લા વિકાસ અધિકારી ડો.જીન્સી વિલિયમ્સ તેમજ નર્મદા નિગમના ટેકનિકલ ડિરેકટર નાદપરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More