Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્યમાં ફરી વળ્યું ઠંડી નું કાતિલ મોજું, 7 શહેરોમાં સિંગલ ડિજીટમાં તાપમાન, હજુ ઠંડી વધશે

ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાથી જનજીવન ઠુંઠવાઇ ગયું છે. ભારે હિમ વર્ષાથી ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાનમાં 5 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે.

રાજ્યમાં ફરી વળ્યું ઠંડી નું કાતિલ મોજું, 7 શહેરોમાં સિંગલ ડિજીટમાં તાપમાન, હજુ ઠંડી વધશે

આશ્કા જાની, અમદાવાદ: ઉત્તર ભારતમાં થયેલી ભારે હિમવર્ષાના લીધે સમગ્ર રાજ્યમાં વાતાવરણ ઠંડુ બનતા ઠંડીંનો ચમકારો પણ વધ્યો છે. સામાન્ય દિવસો કરતાં તાપમાન માં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે કે આગામી ત્રણ દિવસમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે જવાની શક્યતા છે. હિંમતનગરમાં આજે સવારે પારો 8 ડિગ્રી સુધી નીચે ગગડી ગયો છે. હિંમતનગરમાં સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે.

fallbacks

ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાથી જનજીવન ઠુંઠવાઇ ગયું છે. ભારે હિમ વર્ષાથી ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાનમાં 5 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. તો બીજી તરફ હવામાન વિભાગે ઉત્તર ભારમાં આજથી કોલ્ડ વેવની પણ આગાહી વ્યક્ત કરી છે. આ તરફ ગુજરાતના નલિયામાં ઠંડીનો 3.2 ડિગ્રી તાપમાન નોધાયું છે, જ્યારે ગાંધીનગરમાં 7.5, ડિસામાં 6.7 ડિગ્રી, રાજકોટમાં 8.5, કેશોદમાં 8 ડિગ્રી, ભૂજમાં 10.2 અને પોરબંદરમાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. 

શિયાળાની શરૂઆત થતાં જ અમદાવાદઓ અવનવી રીતે ફિટનેસનું ધ્યાન રાખતા હોય છે. ઠંડીમાં યંગસ્ટર મ્યુઝિકના તાલે ઝૂમીને પણ ફિટનેસના અવનવા સ્ટેપ કરતા હોય છે. આ વર્ષે યંગસ્ટરમાં સૌથી વધારે ક્રેઝ છે. અરેબિક, જુમ્બા ડાન્સની સાથે  bollywoodના અવનવા સ્ટેપ્સ થર્ટી ફસ્ટની પાર્ટી નથી થવાની તો અમદાવાદ શિયાળાની વહેલી સવારે હેલ્ધી પાર્ટી એન્જોય કરી રહ્યા છે. મ્યુઝિકના તાલે અરેબિક ફિટનેસ સ્ટેપ કરી શિયાળાને એન્જોય કરી રહ્યા છે. આનાથી શારીરિક અનેક તકલીફો પણ દૂર થાય છે અને દિવસભર શરીરમાં ઉત્સાહ અને સ્ફૂર્તિનો પણ અનુભવ થાય છે. અમદાવાદમાં ઋજુ દેસાઈ દ્વારા ખાસ કરીને અરેબિક જુમ્બા સહિતના અનેક સ્ટેપ શીખવાડવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More