Home> Gujarat
Advertisement
Prev
Next

હવામાન વિભાગની કાતિલ ઠંડીની આગાહી : મુન્દ્રામાં ઠુંઠવાઈ જતાં એકનું મોત, કચ્છમાં બરફના થર જામ્યા

Coldwave Alert : કચ્છમાં કોલ્ડવેવનો કાતિલ એટેક.... મુન્દ્રામાં ઠંડીમાં ઠુઠવાઈ જતા એક શ્રમિકનું મોત.... નલિયા અને ભુજનો તાપમાન થોડો ઊંચકાયો પણ ઠંડીથી રાહત નહિ
 

હવામાન વિભાગની કાતિલ ઠંડીની આગાહી :  મુન્દ્રામાં ઠુંઠવાઈ જતાં એકનું મોત, કચ્છમાં બરફના થર જામ્યા

Coldwave In Gujarat રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : ગુજરાતમાં કાતિલ ઠંડી વધી છે. હજુ પણ ટંડીનો પારો ગગડવાની સંભાવના છે.  કચ્છમાં કોલ્ડવેવનું કાતિલ મોજુ ફરી વળ્યું છે. મુન્દ્રામાં ઠંડીમાં ઠુઠવાઈ જતાં એક શ્રમિકનું મોત થયું છે. નલિયા અને ભુજનો તાપમાન થોડો ઊંચકાયો છે પણ લોકોને ઠંડીથી રાહત મળે તેવી સંભાવના ઓછી છે. નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજમાં 7.6 ડિગ્રી અને કંડલા 9.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સરહદી વિસ્તારોમાં ઝાડપાનથી માંડી ને સોલાર પેનલ સુધી બધેય બરફની ચાદર જામી છે. અબડાસાનાં ધુફી પાસે આવેલા અદાણીનાં સોલાર પાવર પ્લાન્ટની સોલાર પેનલ ઉપર બરફના થર જામ્યા છે. લખપત સહિતનાં છેવાડાનાં વિસ્તારમાં બાવળ અને બોરડી સહિતના ઝાડ પાન પર બરફની ચાદર જોવા મળી રહી છે. આમ ગુજરાતમા ભયાનક ઠંડી પડી રહી છે.

fallbacks

અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. અમદાવાદમાં ઠંડીનો પારો 8 ડિગ્રી સુધી પહોંચી જતાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. શહેરના પોશ વિસ્તારમાં આવેલ પ્રહલાદનગર ગાર્ડનના આ દ્રશ્યો છે. અહીંયા પણ ઠંડીના કારણે મોર્નિંગ વોક અને કસરત કરવા આવનારા લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. હવામાનની આગાહી પ્રમાણે હજુ પણ રાજ્યમાં ઠંડીનો પારો ગગડી શકે છે. ત્યારે આગામી દિવસોમાં લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે તે નક્કી છે. હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં ઠંડીને લઈને 6 દિવસનું એલર્ટ જારી કર્યુ છે. IMD અનુસાર દિલ્હી-એનસીઆરમાં આગામી 3 દિવસ ભીષણ ઠંડી રહેશે અને પછી 3 દિવસ સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધૂમ્મસ રહેશે. 

આ પણ વાંચો : 

બાબુલાલ નીકળ્યા કલાકાર! BJP કાર્યકરોનો રોષ જોઈ બાબુ જમનાએ પલટી મારી, ભારે નાટક કર્યા

સરકાર સુસ્તીમાં અને બાબુ મસ્તીમાં... લેત લતીફ સરકારી બાબુઓના કાન કોણ આમળશે?

તો બીજી તરફ વાત કરીએ તો, હવામાનને બદલાતાં વાર નથી લાગતી, આ બે તસવીરો છેલ્લા બે દિવસની છે. બે દિવસથી કાશ્મીરથી લઈને હિમાચલમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. પહાડોને પણ હિમનો બોજ ભારે લાગી રહ્યો છે. ગુરુવારે કાશ્મીરમાં જોજિલા અને  બાલટાલ વચ્ચે પહાડો પરથી હિમપ્રપાત થયો. તો શુક્રવારે હિમાચલનાં લાહૌલ સ્પિતીમાં ભારે  ભારે ભરખમ હિમખંડ તૂટી પડ્યો, જેને જોતાં સ્પષ્ટ છે કે સફેદ બરફનું રેડ એલર્ટ. જમ્મુ કાશ્મીરમાં હવામાન વિભાગે લોકોને હિમવર્ષાથી બચીને રહેવાની ચેતવણી આપી છે. 18 જાન્યુઆરી સુધી પરિસ્થિતિ આવી જ રહેવાની આગાહી છે.

હવામાન વિભાગ અનુસાર દિલ્હી-NCRમાં 3 દિવસ સુધી લઘુતમ તાપમાન 3 ડિગ્રી સુધી રહે તેવી શક્યતા છે, સાથે જ કોલ્ડવેવ રહેશે. IMD અનુસાર 16,17,18 જાન્યુઆરીએ કોલ્ડવેવનો પ્રકોપ રહેશે જ્યારે 19,20 અને 21 જાન્યુઆરીએ ગાઢ ધૂમ્મસ છવાયેલુ રહેશે. આ દરમિયાન દિલ્હી-એનસીઆરના મુખ્ય સ્ટેશનો પર તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગત દિવસોમાં તાપમાનમાં વધારો જોવા મળ્યો છે, જે હવે આગળ વધી ચૂક્યો છે.

શ્રીનગર અને કાશ્મીર ખીણમાં બે દિવસથી થઈ રહેલી હિમવર્ષાએ લોકોની મુશ્કેલી વધારી દીધી છે. કાશ્મીરને દેશના અન્ય ભાગો સાથે જોડતાં હાઈવે પર ટ્રાફિક પ્રભાવિત થયો છે. કાશ્મીર ખીણમાં પણ ઘણી જગ્યાએ વાહનવ્યવહારને રોકવો પડ્યો છે. આ સ્થિતિ પહાડથી લઈને મેદાની ભાગોમાં આગળ પણ હાડ થિજાવતી ઠંડી તરફ ઈશારો કરે છે.

આ પણ વાંચો : ગુજરાતી દંપતીએ ખેતીમાં ગર્વ લેવા જેવું કર્યું કામ, વલસાડમાં ચારેતરફ તેમની વાહવાહી થઈ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More