Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમા ઠંડીનો પારો હજી વધુ ગગડ્યો, પવનના મારા વચ્ચે લોકો ઠુઠવાયા

 રાજ્યમાં ઉત્તર-પૂર્વથી આવતા ઠંડા પવનોની અસર જોવા મળી રહી છે. 5 શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નીચે નોંધાયુ છે. જ્યારે અનેક શહેરોમાં બેથી ત્રણ ડિગ્રી નીચે ઉતર્યું છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો હજુ પણ ગગડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હાડ થીજવતી ઠંડીએ લોકોને ઠૂંઠવ્યા છે. વહેલી સવારે અને મોડી સાંજ બાદ રીતસરના ઠંડા પવનોની અસર વાતાવરણમાં વર્તાઈ રહી છે. 

ગુજરાતમા ઠંડીનો પારો હજી વધુ ગગડ્યો, પવનના મારા વચ્ચે લોકો ઠુઠવાયા

ગુજરાત : રાજ્યમાં ઉત્તર-પૂર્વથી આવતા ઠંડા પવનોની અસર જોવા મળી રહી છે. 5 શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નીચે નોંધાયુ છે. જ્યારે અનેક શહેરોમાં બેથી ત્રણ ડિગ્રી નીચે ઉતર્યું છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો હજુ પણ ગગડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હાડ થીજવતી ઠંડીએ લોકોને ઠૂંઠવ્યા છે. વહેલી સવારે અને મોડી સાંજ બાદ રીતસરના ઠંડા પવનોની અસર વાતાવરણમાં વર્તાઈ રહી છે. 

fallbacks

નલિયામાં સૌથી વધુ 6.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અમદાવાદમાં લઘુત્તમ 10.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગરમાં પણ પારો 8.6 ડિગ્રીએ પહોંચ્યો છે. આજે પણ વહેલી સવારથી ઠંડા પવનનો મારો યથાવત્ જોવા મળ્યો હતો. હજી આગામી દિવસોમાં ઠંડી વધવાની શકયતા વ્યકત કરાઇ છે. માઉન્ટ આબુમાં શુક્રવારે લઘુત્તમ તાપમાન માઈનસ 1 ડિગ્રી નોંધાયું હતું. 

ગુજરાત સહિત 7 રાજ્યોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. તો બીજી તરફ, દિલ્હીમાં ઠંડીનો 7 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. રાજસ્થાનના સિકરમાં તાપમાનનો પારો માઇનસમાં પહોંચી ગયો છે. હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ ઠંડુગાર બની ગયા છે. કારગિલમાં ઠંડીનો પારો માઇનસ 15.1 ડિગ્રી છે, જ્યાં આપણા જવાનો આટલી આકરી ઠંડીમાં પણ ચોકીપહેરો કરી રહ્યાં છે. કાશ્મીર અને શ્રીનગરમાં તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે. દિલ્હીમાં વિઝિબિલિટી 600 મીટર પર છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં એલર્ટ આપી દેવાયું છે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More