Home> Gujarat
Advertisement
Prev
Next

AAP ના અમદાવાદ શહેર પ્રમુખ સામે અરવલ્લી કોર્ટમાં ફરિયાદ, જાણો શું છે મામલો

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં 24 મિલકત જમીનની ખરીદી કરી છે. જયંતિલાલ મેવાડા નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિવૃત કર્મચારી છે. મોડાસા કોર્ટમાં જયંતિલાલ સહિત તેમની પત્ની, પુત્ર અને પુત્રી સહિત 6 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવીછે

AAP ના અમદાવાદ શહેર પ્રમુખ સામે અરવલ્લી કોર્ટમાં ફરિયાદ, જાણો શું છે મામલો

અરવલ્લી: આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેર પ્રમુખ સામે અરવલ્લી કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કલોલ નિવાસી વિરલ ગિરી ગૌસ્વામીએ મોડાસા કોર્ડમાં ફરિયાદ દાખલ કરી છે. શહેર પ્રમુખ જયંતિલાલ મેવાડા સામે અપ્રમાણસર મિલકતની ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, જયંતિલાલ મેવાડાએ ફરજ દરમિયાન 300 કરોડનો ભ્રષ્ટાચાર કરી મિલકત ખરીદી છે.

fallbacks

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં 24 મિલકત જમીનની ખરીદી કરી છે. જયંતિલાલ મેવાડા નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિવૃત કર્મચારી છે. મોડાસા કોર્ટમાં જયંતિલાલ સહિત તેમની પત્ની, પુત્ર અને પુત્રી સહિત 6 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવીછે. જયંતિલાલા મેવાડા હાલ આપના અસારવા વિધાનસભાના જાહેર થયેલા ઉમેદવાર છે. ગત વિધાનસભા ચૂંટણીમાં દાણીલીમડા બેઠક પરથી ઓછી મિલકત દર્શાવી ખોટું સોગંધનામું કર્યું હતું.

આ પણ વાંચો:- "ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ ભલે મૃદુ સ્વભાવના લાગે, પણ લવજેહાદને નહિ ચલાવે"- આવું કોણે કહ્યું?

ત્યારે પોતાના ઉપર રૂપિયા 300 કરોડની અપ્રમાણસરની મિલકતના થયેલા આક્ષેપ અંગે જયંતિલાલ મેવાડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, રૂપિયા 300 કરોડની મિલકતની વાત ગળા નીચે ઊતરતી નથી. હું લોકસભાની ચુંટણી લડ્યો ત્યારે પણ આવી ફરિયાદ કરવામાં આવી હતી. તે સમયે પોલીસે તપાસ કરી લીધી હતી અને તેમાં હકીકત જણાઈ ન હતી. ભાજપ દ્વારા મને ચૂંટણી લડતા રોકવા માટે આવી અરજી કરાવવામાં આવી છે. હું ચૂંટણી ન લડું કે ફોર્મ ન ભરું તે માટે આવું કરવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે એટલે ભાજપ કાવતરા કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More