Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદના ચંડોળા તળાવમાં તાજેતરમાં થયેલું મેગા ડિમોલિશન આપને ખ્યાલ જ હશે. જ્યાં દાદાના બુલડોઝરે અંદાજે 1.5 લાખ ચોરસ મીટર જમીનને ઘૂસણખોરોના ગેરકાયદે બાંધકામોથી ખુલ્લી કરી. પરંતું શહેરમાં આવેલી એક એવી સોસાયટી છે, જેમાં ભાજપના કોર્પોરેટરની દુકાનો હોવાથી રિડેવલોપમેન્ટની કામગીરી પર બ્રેક લાગી છે. ખરેખર ભાજપ કોર્પોરેટરની મિલકત હોવાથી કામગીરી અટકી છે. કે પછી સ્થાનિકો માત્ર આરોપ લગાવી રહ્યા છે.
અમદાવાદના વેજલપુરમાં વસ્ત્રાપુર ફાટક નજીક આવેલી નિરાલી ફ્લેટ. 37 વર્ષ જૂની આ સોસાયટીના રિડેવલોપમેન્ટ કરવાની કામગીરી પર બ્રેક લાગી છે. સરખેજ વોર્ડના ભાજપ કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર પર કામગીરીમાં અડચણરૂપ થતા હોવાનો રહીશોએ આરોપ મુક્યો છે.
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આ જિલ્લાઓને આપ્યું રેડ એલર્ટ
નિરાલી ફ્લેટમાં જ રહેતા ભાજપ કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર પર રહીશોએ આરોપ મુક્યો છે કે પોતાના ભાઈ પ્રવિણ સાથે મળીને સોસાયટીમાં 3 દુકાનો ગેરકાયદે બાંધી છે. હવે જો રિ-ડેવલોપમેન્ટ થાય તો ભાજપ કોર્પોરેટર પોતાની ગેરકાયદે દુકાનો ગુમાવી બેસે. જેની બીકથી કોર્પોરેટર રિ-ડેવલોપમેન્ટ તરફી ન હોવાનો રહીશોએ આરોપ લગાવ્યો. સોસાયટીમાં કુલ 105 મકાનો છે..જેમાં 85 જેટલા રહીશો રિ-ડેવલોપમેન્ટ માટે મંજૂર થયા છે. તો અન્ય લોકોને પણ રિ-ડેવલોપમેન્ટ માટે મંજૂર થાય તેવી કામગીરી સોસાયટી તરફથી કરવામાં આવી રહી છે.
રિ-ડેવલોમેન્ટ માટે વર્ષ 2023થી પ્રક્રિયા ચાલુ છે. જે અંતર્ગત વર્ષ 2024માં વંદેમાતરમ આર્યન ગ્રુપ સાથે રી-ડેવલોપમેંટ માટે કરાર કરવામાં આવ્યા. જો કે, રિ-ડેવલોપમેન્ટના પક્ષમાં ભાજપ કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર સહમત ન થયું. ઉલ્ટાનું રિ-ડેવલમેન્ટ કમિટીના મેમ્બર પ્રાંજલભાઈ દેસાઈને ફોન કરી ગાળો બોલીને ધમકી આપી. સુરેન્દ્ર ખાચરે પ્રાંજલ દેસાઈ, મનીષ સેવક, કૌશિક ત્રિવેદીને અપશબ્દો બોલ્યા હતા. જે બાદ પ્રાંજલભાઈએ આનંદનગર પોલીસ મથકે ભાજપ કોર્પોરેટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી.
બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટી ખબર, આવતીકાલે જાહેર થશે ધોરણ-10 નું પરિણામ
આનંદનગર પોલીસ મથકે BNSની કલમો હેઠળ ભાજપ કોર્પોરેટર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. અને રહીશોના નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે. તો બીજી તરફ સરખેજ વોર્ડના ભાજપ કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરની પ્રતિક્રિયા પણ સામે આવી.
પ્રતિક્રિયામાં પણ ફેરવી તોડીને ગોળગોળ નિવેદન આપતા સુરેન્દ્ર ખાચરે રિ-ડેવલોપમેન્ટના પક્ષમાં ન હોવાનું સ્પષ્ટ જાણવા મળ્યું. આ મામલામાં હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિની પ્રતિક્રિયા સામે આવી.
સોસાયટીમાં ગેરકાયદે દુકાનો ઉભી કરનારા ભાજપના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર વિરુદ્ધ હાલ આનંદનગર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ છે અને પોલીસ તપાસમાં લાગી ચૂકી છે. તો બીજી તરફ મહાપાલિકાના શાસક પક્ષના નેતાએ પણ જો ગેરકાયદે દુકાનો હોવાની હકીકત સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી થશે તેવું કહ્યું છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે, દુકાનો ધ્વસ્ત થશે કે કેમ અને કોર્પોરેટર સામે શું થશે કાર્યવાહી.
ગુજરાતની આ બોર્ડર પ્રવાસીઓ માટે બંધ કરાઈ, ઓપરેશન સિંદૂર બાદ મોટું એક્શન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે