Home> Gujarat
Advertisement
Prev
Next

યુવતી સાથે અનેકવાર શરીરસુખ માણ્યું! પ્રેગ્નન્ટ થતાં પ્રેમીએ મોઢું ફેરવ્યું, માતાએ કહ્યું; 'મારો છોકરો આવું ન કરે'

પ્રેમિકા ગર્ભવતી બન્યા બાદ યુવાને લગ્ન કરવાનો ઇન્કાર કરી દેતા યુવતીએ ન્યાય મેળવવા તાલુકા પોલીસ મથકના દરવાજા ખખડાવ્યા છે. બીજી બાજુ આ ઘટનામાં દોષી યુવકની માતાએ પોતાના દીકરાનો બચાવ કરતા કહ્યું હતુો કે મારો છોકરો આવું ન કરે..

યુવતી સાથે અનેકવાર શરીરસુખ માણ્યું! પ્રેગ્નન્ટ થતાં પ્રેમીએ મોઢું ફેરવ્યું, માતાએ કહ્યું; 'મારો છોકરો આવું ન કરે'

જયંતી સોલંકી/વડોદરા: વડોદરાના પાદરામાં રહેતા યુવાને શહેરના ભાયલી વિસ્તારમાં રહેતી પ્રેમિકાને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. પ્રેમિકા ગર્ભવતી બન્યા બાદ યુવાને લગ્ન કરવાનો ઇન્કાર કરી દેતા યુવતીએ ન્યાય મેળવવા તાલુકા પોલીસ મથકના દરવાજા ખખડાવ્યા છે. બીજી બાજુ આ ઘટનામાં દોષી યુવકની માતાએ પોતાના દીકરાનો બચાવ કરતા કહ્યું હતુો કે મારો છોકરો આવું ન કરે..

fallbacks

ગર્ભવતી બનેલી યુવતીએ તાલુકા પોલીસ મથકમાં પ્રેમી સહિત 5 સામે નોંધાવેલી ફરિયાદમાં યુવાન અને તેના પરિવારે ધમકી આપી હોવાનો તેમજ પ્રેમીના મિત્રો દ્વારા એબોર્શન કરાવવા દબાણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આરોપીઓ પૈકી એક આરોપી પોલીસ પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. તાલુકા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. બંનેએ મરજીથી અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. 

આખરે પીડિતાએ પોતાના ધારાશાસ્ત્રી ભાવિન વ્યાસને સાથે રાખી લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધો બાંધી ગર્ભવતી બનાવનાર પ્રેમી સૌરભ પીયુષભાઇ કાછીયા તેમજ ગર્ભપાત કરાવવા માટે ધમકી આપનાર પ્રેમીના મિત્રો ઓમ બ્રહ્મભટ્ટ, ધ્રુવ ચૌરસિયા, અને ધમકી આપનાર પ્રેમી સૌરભના માતા-પિતા સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More