ઝી બ્યુરો/ખેડા: નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક યુવકે પોતે જ્ઞાતિ છુપાવી પ્રોવિઝન સ્ટોર ચલાવતી એક મહિલા સાથે પ્રેમ સંબંધ વિકસાવી અવારનવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધી પ્રેમ સંબંધની આડમાં રૂપિયા 8થી 10 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ નડિયાદ પશ્ચિમ પોલીસમાં નોંધાઈ છે. પોલીસે હાલમાં ગુનો નોંધી આરોપીને પકડી પાડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. બીજી બાજુ આજે પોલીસે પકડાયેલા આરોપીને જાહેરમાં વરઘોડો કાઢી શબક શીખવાડ્યો છે.
પ્રોવિઝન સ્ટોર ચલાવતી 32 વર્ષીય મહિલા સાથે પ્રેમ
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ ઇડન ગાર્ડન સોસાયટી પાસે રહેતા 26 વર્ષિય રઈશભાઈ જસભાઈ મહીડાની બેઠક આ વિસ્તારમાં આવેલા એક પ્રોવિઝન સ્ટોર ચલાવતી 32 વર્ષીય મહિલા સાથે આજથી ચાર પાંચ વર્ષ પહેલા થઈ હતી. આ રઇસ આ સ્ટોર નજીક બેસતો હોવાથી આ મહિલાના સંપર્કમાં આવ્યો હતો. પોતાની અટક મહિડા હોય પોતે મોલેશિયમ ગરાસીયા (મુસ્લિમ) હોવા છતાં હિન્દુ હોવાની ઓળખાણ આપી હતી.
રઇસ અવારનવાર મહિલાના ઘરે જતો અને શારીરિક સંબંધો બાંધતો
બીજી બાજુ આ મહિલાના પતિને પેરાલિસિસ થયું હોય તેઓ સ્ટોર પણ આવતા ન હતા એટલે આ રઇસ અને મહિલાના સંબંધો વધુ નિકટના બન્યા હતા. જે સંબંધની આડમાં આ રઇસ અવારનવાર મહિલાના ઘરે જતો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. તે વખતે મહિલાના પતિ હાજર હોવા છતાં તે આ બદકામ કરતો હતો. મહિલાના પતિને લકવાની અસર હોય તે વિ્હલ ચેરમાં હોય અને મહિલાનો પુત્ર શાળામાં ગયો હોય તે દરમિયાન આ બંને મળતા હતા.
કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી
આ મહિલાએ નડિયાદ પશ્ચિમ પોલીસમાં ગઈકાલે એવી ફરિયાદ આપી છે કે, રઈશ જસભાઇ મહીડાનાઓએ પોતાની મુસ્લિમ જાત છુપાવી, પ્રેમ સબંધ બાંધી અલગ અલગ દિવસોમાં રોકડા રૂપિયા 8થી 10 લાખ મેળવી પરત નહી આપી મહિલાની દુકાને જઇ સાડી ખેંચી લાફો મારી તેમજ મહિલાના ઘરે જઇ પથ્થર મારી ઘરની બારીનો કાચ તોડી નાખી નુકશાન કરી ગાળો બોલી મહિલાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલાની મરજી વિરૂધ્ધ અવાર નવાર શારીરીક સંબંધ બાંધી ધમકી આપી હતી. નડિયાદ પશ્ચિમ પોલીસે હાલમાં આ યુવક વિરોધ બી એન એસ કલમ 54( 2)(એમ,),351(3)352,324,115 મુજબ ગુનો દાખલ કરી તેની અટક કરી છે અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આરોપીનું ગુનાના સ્થળ સુધી પોલીસે રીકન્ટ્રક્શન કર્યું
મહિલાની આ ફરિયાદ બાદ પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી એવા કુખ્યાત રઇશ મહિડાને દબોચી લીધો હતો. પોલીસે આજે સાંજના સમયે ચુસ્ત બંદોબસ્ત હેઠળ આરોપીનુ પોલીસ મથકથી પીજ રોડ ત્યાંથી મહિડા કોલોની અને ગુનાના સ્થળ પીજ રોડ પર આવેલ ગીતાંજલી ચોકડી સુધી ગુના સંબંધી રીકન્ટ્રક્શન કર્યું હતુ. આ સાથે પોલીસે આરોપીનો જાહેરમાં વરઘોડો પણ કાઢ્યો હતો. નીચા મોઢે રોડ પર ચાલતા આ વિસ્તારના કુખ્યાત એવા આરોપીને જોવા માટે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને લોકો આરોપી સામે કરેલ કૃત્યને લઈ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે