Home> Gujarat
Advertisement
Prev
Next

ખેડૂતે તમામ બિલ એડવાન્સ ભર્યા છતા વિજળી અને પાણી બંન્ને ધાંધીયાથી હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

હાલ ઉનાળુ સીઝન ચાલી રહી છે અને ખેતરોમાં ઉનાળુ પાણ ચાલી રહ્યું છે ત્યારે જસદણના રાજાવડલા ડેમમાંથી પણ ખેડૂતોને 3 પાણ આપવાના હતા અને પિયત માટે પાણી છોડાઈ રહયું હતું, ત્યારે અચાનક આ પિયતનું પાણી બંધ કરી દેવતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો હતો. જસદણના આ રાજાવડલા ડેમ માંથી કોઠી ગામ, શાંતિનગર અને નાની લાખાવાડ ગામના 200 કરતા વધુ ખેડૂતો જમીનમાં પિયત માંટે પાણી આપવામાં આવતું હતું ત્યારે અચાનક પિયત માટે પાણી બંધ કરી દેતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો હતો. તેવોને પ્રશ્ન થઇ રહયો છે કે કોના કહેવાથી ખેડૂતોનું પિયત માટે પાણી બંધ કરવામાં આવ્યું.

ખેડૂતે તમામ બિલ એડવાન્સ ભર્યા છતા વિજળી અને પાણી બંન્ને ધાંધીયાથી હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

નરેશ ભાલિયા/રાજકોટ : હાલ ઉનાળુ સીઝન ચાલી રહી છે અને ખેતરોમાં ઉનાળુ પાણ ચાલી રહ્યું છે ત્યારે જસદણના રાજાવડલા ડેમમાંથી પણ ખેડૂતોને 3 પાણ આપવાના હતા અને પિયત માટે પાણી છોડાઈ રહયું હતું, ત્યારે અચાનક આ પિયતનું પાણી બંધ કરી દેવતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો હતો. જસદણના આ રાજાવડલા ડેમ માંથી કોઠી ગામ, શાંતિનગર અને નાની લાખાવાડ ગામના 200 કરતા વધુ ખેડૂતો જમીનમાં પિયત માંટે પાણી આપવામાં આવતું હતું ત્યારે અચાનક પિયત માટે પાણી બંધ કરી દેતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો હતો. તેવોને પ્રશ્ન થઇ રહયો છે કે કોના કહેવાથી ખેડૂતોનું પિયત માટે પાણી બંધ કરવામાં આવ્યું.

fallbacks

ખ્યાતનામ અભિનેત્રીએ યુવકને મેસેજ કરીને કહ્યું, આવો તમને ખુશ કરવા જ બેઠા છીએ

પિત્ત બંધ થતા ખેડુતના તલ મગ, જાર સહિતના વગેરે પાકો મુરઝાઈ રહ્યા છે. નોંધનીય છે કે રાજાવડલા ડેમએ માત્ર ખેડૂતોને સિંચાઈ માટેનો જ ડેમ છે તેવો ખેડૂતોએ દાવો કર્યો હતો. હાલ આ ડેમમાં 7 ફૂટ જેટલું પાણી છે અને હજુ પણ તેમાંથી ખેડૂતોને પિયત માટે પાણી આપી શકાય તેમ છે. તેવામાં ખેડૂતોએ ત્રણ પાણના પૈસા પણ સિંચાઈ વિભાગને ભરી દીધા છે જો કે ખેડૂતોને ત્રણ પાણની જગ્યાએ બે જ પાણ પાણી આપવામાં આવ્યું છે. આ સ્થિતિમાં તલ, મગ, જાર સહિતના પાકો સુકાઈ રહ્યા છે. 

ANAND માં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનીઓ માટેની અનોખી પહેલ, પોલીસે કરી ખાસ અપીલ

ખેડૂતોને પાણી આપવામાં નહિ આવે તો પાક નિષ્ફળ જશે તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. હવે ત્રીજા પાણની ખરા સમયે જરૂરું છે ત્યારે જ ત્રીજું પાણ સિંચાઈ વિભાગ દ્વારા બંધ કરી દીધાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો હતો. રોષે ભરાયેલ ખેડૂતોએ કોઠી ગામની સિમ વિસ્તારમાં ખેતરે ઉગ્ર સુત્રોચાર કર્યા હતા. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે સિંચાઈ વિભાગને ઉપર થી સૂચના મળતા પાણી બંધ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કર્યા હતા. ત્યારે આ ખેડૂતોની સમસ્યાને લઈને ઝી 24 કલાક દ્વારા ખેડૂતો સાથે ખાસ વાતચીત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More