વડોદરા: વડોદરાના અનગઢના તબીબ ડોક્ટર પ્રતિક જોશીના કામલીલાના વીડિયો વાયરલ થયા બાદ એક પીડિત મહિલાએ નંદેસરી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કરતાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.પીડિત મહિલાએ નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા જ પોલીસે ક્લિનિકમાં કામ કરતા કંપાઉન્ડર દિલીપ ગોહિલની ધરપકડ કરી છે. સાથે જ પોલીસે તબીબના ક્લિનિક અને ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ક્લિનિકમાંથી નશીલા ઈન્જેકશનો, દવાઓ અને અન્ય સાધન સામગ્રી પોલીસને મળી હતી.
વડોદરા: મહિલા દર્દીઓને મોહજાળમાં ફસાવી સેક્સ કરતા તબીબનો વાઈરલ થયો VIDEO
કમ્પાઉન્ડરની પૂછપરછમાં પણ અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. પૂછપરછમાં સામે આવ્યું કે, કમ્પાઉન્ડર દિલીપ ગોહિલે તબીબના 135 જેટલા વીડિયો બનાવ્યા હતા. જો કે, મામલો પોલીસ સ્ટેશને પહોંચતા તેણે અનેક વીડિયો ડિલિટ કરી દીધા હતા. આ ઉપરાંત કમ્પાઉન્ડરે કબૂલ્યું છે, અનગઢના ઉપ સરપંચ વીડિયોના આધારે તબીબને બ્લેકમેઈલ કરતા હતા. એટલું જ નહીં તબીબ પાસેથી પાંચ લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. આ ઉપરાંત પોલીસને એક પેનડ્રાઈવ પણ મળી છે, જેમાંથી વધુ 25 જેટલા વીડિયો મળ્યા છે.
મહત્વની વાત છે કે, અનગઢના તબીબ પ્રતિક જોશીના મહિલા દર્દીઓ સાથેના 25થી વધુ સેક્સ વીડિયો વાઈરલ થતા ચકચાર મચી છે. હાલ એક પીડિત મહિલાએ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે ભોગ બનનાર અન્ય પીડીતાઓને પણ ફરિયાદ નોંધાવા અપીલ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે