અલ્કેશ રાવ/બનાસકાંઠાઃ આજના સમયમાં અનેક ગુનાઓને રોકવા તથા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે સીસીટીવી કેમેરો મહત્વનો ભાગ ભજવી રહ્યાં છે. હાલના સમયમાં અનેક મહત્વના સ્થળો પર તમને સીસીટીવી કેમેરા જોવા મળતા હોય છે. ત્યારે બનાસકાંઠાના જિલ્લા કલેક્ટરે પણ સીસીટીવી કેમેરા લગાવવા અંગે એક મહત્વનું જાહેરનામુ બહાર પાડ્યું છે. આ જાહેરનામા પ્રમાણે, પેટ્રોલ પંપ, ગેસ રિફીલિંગ સ્ટેશન, હાઈવે પરની હોટલોમાં સીસીટીવી ફરજીયાત લગાવવાના રહેશે.
આ સિવાય જિલ્લાની તમામ લોજિંગ બોડિંગ, ધર્મશાળા, અતિથિ ગૃહ, બહુમાળી બિલ્ડિંગો, મોટા ઔદ્યોગિક એકમો, શોપિંગ સેન્ટરોમાં પણ હાઈ ક્વોલિટિના સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે.
કલેક્ટરે કહ્યું કે, રાષ્ટ્ર વિરોધી તત્વો, લૂંટારાઓ, ધાડ પાડનારા, ગુનો કરવા જતી વખતે અને ગુનો કર્યા બાદ પોતાના વાહનોને 30-35 કિમીના એરિયામાં પેટ્રોલ-ડીઝલ અને ગેસ ભરાવતા હોવાથી અને હોટલોમાં રોકાતા હોવાથી આ જાહેનામુ બહાર પાડવામાં આવ્યું છે. સીસીટીવી હોવાને કારણે કોઈપણ ગુનાને અંજામ આપનારની ધરપકડ કરવી સરળ બની શકે છે.
બનાસકાંઠાના કલેક્ટર સંદીપ સાંગલે દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 173ની તસમ 144 પ્રમાણે મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે