Gujarat Politics : ગુજરાતમાં જલ્દી આવી રહેલ વિસાવદરની પેટાચૂંટણી અંગે મોટા અપડેટ આવ્યા છે. AAP-કોંગ્રેસ વિસાવદરમાં ગઠબંધન નહીં કરે. કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે. વિસાવદર અને કડીમાં કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉભો રાખશે.
કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉભો રાખશે - શક્તિસિંહ ગોહિલ
ગુજરાતમાં બે પેટાચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. વિસાવદરમાં AAP એ પોતાની રીતે ઉમેદવાર જાહેર કરી દીધો છે. આમ આદમી પાર્ટી ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર જાહેર કર્યો છે. ત્યારે કોંગ્રેસના આ નિર્ણય વિશે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, હરિયાણામાં AAP એ પોતાના ઉમેદવાર ઊભા રાખી કોંગ્રેસને નુકસાન કર્યું. રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધનના કારણે ભરૂચ અને ભાવનગર લોકસભા AAP ને આપી હતી. વિધાનસભામાં AAP એ હવા ઊભી કરી કોંગ્રેસના મત તોડ્યા હતા. જેથી ગુજરાત ત્રીજો મોરચો સ્વીકારતો ના હોવાથી કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઊભા રાખશે.
ગુજરાત કોંગ્રેસની પોલીટીકલ અફેર્સ સમિતિની બેઠક આજે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. પોલિટીકલ અફેર્સ સમિતિમાં સંગઠનની નવ રચનાને મુદ્દે ચર્ચા થઈ હતી. રાહુલ ગાંધીની ગુજરાતની ત્રણ મુલાકાત બાદ પ્રદેશ કાંગ્રેસની આગામી કાર્યક્રમને આખરી ઓપ અપાયો હતો. સાથે જ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટમી અંગે પણ ચર્ચા લઈને નિર્ણય લેવાયો. શક્તિસિહ ગોહિલ, અમિત ચાવડા સહિતના પોલિટીકલ અફેર્સ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.
વ્યાજના ખપ્પરમાં વધુ એક પરિવાર હોમાયો, સુરતના પ્રજાપતિ પરિવારનો સામુહિક આપઘાત
આમ, કોંગ્રેસે બંને બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરતા જ ગુજરાતની આગામી પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે.
ગુજરાતમાં પેટાચૂંટણીની હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતું તે પહેલા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાહુલ ગાંધી સતત બે વાર ગુજરાતના પ્રવાસે હતા, તેમાં આગામી વિસાવદર અને કડીની પેટાચૂંટણીમાં રણનીતિે અંગે ચર્ચા કરાઈ હતી. ત્યારે લાંબી મથામણ બાદ કોંગ્રેસ પોતાના સ્ટેન્ડ પર સ્પ્ષટ બની છે કે, તે આપ સાથે ગઠબંધન નહિ કરે. રાષ્ટ્રીય સ્તરે બંને પાર્ટીઓ એકબીજાની સહયોગી છે, પરંતુ રાજ્ય સ્તરે તેનો અમલ કરવામાં નહિ આવે. દિલ્હીમાં ગઠબંધનમાં આપ ફેલ ગયું હતું. ગુજરાત આમ આદમી પાર્ટીએ મોટાપેયા ઉમેદવાર તરીકે ગોપાલ ઈટિલિયાની જાહેરાત કરી દીધી હતી. તેથી આપને કોંગ્રેસ સાથે ગઠબંધનની આશા હતી. પરંતું હવે કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે. કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉભો રાખશે. બંને જગ્યાએ જીતવા માટે મજબૂત પ્રયાસો કરશે. સાથે જ કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે, આ ગઠબંધન તોડવાની વાત ગુજરાતની બે પેટાચૂંટણી પૂરતી છે. ભવિષ્યમાં શું કરશે તે અગે કોઈ સ્પષ્ટતા કે સંકેત આપ્યા નથી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગત વિધાનસભાની ચૂંટમીમાં આમ આદમી પાર્ટીને જે મત મળ્યા હતા, તેને કારણે કોંગ્રેસમાં મતનું મોટું ગાબડું પડ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે