જામનગર: શહેરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મુંડન કરીને મેયરના કાર્યને નિષ્ફળ હોવાથી વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં કોગ્રેસના ધારાસભ્ય નેતા વિક્રમ માડમ પણ જોડાયા હતા. પોલીસ દ્વારા કોંગ્રેસના આ કાર્યક્રમને અસફળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોંગી કાર્યકર્તાઓ દ્વારા મેયરની નિષ્ફળતાનો વિરોધમાં કરવામાં આવી રહ્યો હતો. બેનરો લગાવીને સૂત્રો ચાર કરીને વિરોધ કરવામાં આવી રહ્યો હતો.
વધુ વાંચો...વડોદરામાંથી બહાર આવ્યું બીટકોઇન કૌભાંડ, 9 વેપારીઓના 270 કરોડ ફસાયા હોવાની ફરિયાદ
જામનગર કોંગ્રેસ પ્રમુખ દ્વારા મુંડનનો કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસનાં ધારાસભ્ય વિક્રમ માડમ સાથે પોલીસની મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. મેયરની નિષ્ફળતાનાં વિરોધમાં દેખાવો યોજાયા હતા. કોંગી પ્રમુખે મુંડન કરાવતા પોલીસે ઝપાઝપી કરી હતી. વિક્ર્મ માડમ અને શહેર કોંગ્રેસ પ્રમુખની અટકાયત કરવામાં આવી હતી. અન્ય કોંગ્રેસ આગેવાનોની પણ અટકાયત કરાઇ હતી. કોંગી પ્રમુખનાં મુંડનનાં કાર્યક્રમને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે