Home> Gujarat
Advertisement
Prev
Next

કોંગ્રેસે રાધનપુર-ખેરાલુ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી, જુઓ અહીં કોણ લડશે ભાજપ સામે ચૂંટણી

કોંગ્રેસે ગઈકાલે વિધાનસભા પેટાચૂંટણીની ચાર બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરાઈ હતી. તો આજે બાકી રહેલી અન્ય 2 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. રાધનપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ તો ખેરાલુ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બાબુજી ઠાકોરને પક્ષ દ્વારા ટિકીટ અપાઈ છે. આમ, રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર સામે રઘુ દેસાઈની સીધી ટક્કર થશે. ત્યારે રઘુ દેસાઈ બપોરે 12.39 કલાકે વિજય મુર્હૂતમાં પોતાની દાવેદારી નોંધાવશે.

કોંગ્રેસે રાધનપુર-ખેરાલુ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી, જુઓ અહીં કોણ લડશે ભાજપ સામે ચૂંટણી

ગૌરવ પટેલ/અમદાવાદ :કોંગ્રેસે ગઈકાલે વિધાનસભા પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019)ની ચાર બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરાઈ હતી. તો આજે બાકી રહેલી અન્ય 2 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. રાધનપુર (Radhanpur) બેઠક પર કોંગ્રેસ (Congress)ના ઉમેદવાર રઘુ દેસાઈ (Raghu Desai) તો ખેરાલુ (Kheralu) બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બાબુજી ઠાકોર (Babuji Thakor) ને પક્ષ દ્વારા ટિકીટ અપાઈ છે. આમ, રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) સામે રઘુ દેસાઈની સીધી ટક્કર થશે. ત્યારે રઘુ દેસાઈ બપોરે 12.39 કલાકે વિજય મુર્હૂતમાં પોતાની દાવેદારી નોંધાવશે.

fallbacks

14 ઈંચ વરસાદથી દ્વારકાનો ભાણવડ તાલુકો જળબંબાકાર થયો, પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યાં

બેઠક ભાજપ કોંગ્રેસ
થરાદ જીવરાજભાઇ પટેલ ગુલાબસિંહ રાજપુત
બાયડ ધવલસિંહ ઝાલા પટેલ જશુભાઇ શિવાભાઇ
અમરાઇવાડી જગદીશભાઇ પટેલ ધર્મેન્દ્રભાઇ શાંતિલાલ પટેલ
લુણાવાડા જીજ્ઞેશભાઇ સેવક ચૌહાણ ગુલાબસિંહ સોમસિંહ
રાધનપુર અલ્પેશ ઠાકોર રઘુભાઈ દેસાઈ
ખેરાલુ અજમલભાઇ ઠાકોર બાબુજી ઠાકોર

રાધનપુર વિધાનસભા ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે કોનું નામ જાહેર કરવામાં આવશે તે બાબતે ખૂબ જ અસમંજસ હતી. અંતે આજે કોંગ્રેસ પ્રદેશ દ્વારા રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવાર રઘુભાઈ દેસાઈને મેદાને ઉતાર્યા છે. ગઈકાલે આ સીટ પર ભાજપે પક્ષપલટો કરીને આવેલા અલ્પેશ ઠાકોરને સીટ આપી હતી. 

બહુચરાજી મંદિર : દશેરાએ નવલખો હાર પહેરીને મા બહુચર નગરચર્યાએ નીકળે છે

તો બીજી તરફ, ખેરાલુ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની સત્તાવાર જાહેરાત પણ ગઈકાલે બાકી રાખવામાં આવી હતી. જેમાં દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન આશાબેન ઠાકોરને મોડી રાત્રે ફોર્મ તૈયાર રાખવા સૂચના અપાઈ હતી. તો સાથે જ આ માટે ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું. આ વચ્ચે બાબુજી ઠાકોરને લોટરી લાગી હતી. 

ઉલ્લેખનીય છે કે, પેટાચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવારના નામની જાહેરાત ગઈકાલે કરી હતી. જેમાં થરાદથી જીવરાજ પટેલ, રાધનપુરથી અલ્પેશ ઠાકોર, ખેરાલુથી અજમલજી ઠાકોર, બાયડથી ધવલસિંહ ઝાલા, અમરાઈવાડીથી જગદીશ પટેલ અને લુણાવાડાથી જિજ્ઞેશ સેવકને ટિકીટ આપી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More