Home> Gujarat
Advertisement
Prev
Next

10 માંગણી સાથે કોંગ્રેસ દ્વારા ટોરેન્ટ પાવર સામે હલ્લાબોલ, સાઇન બોર્ડ તોડ્યા

કોંગ્રેસના ઉશ્કેરાયેલા કાર્યકરોને રોકવા જતાં શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલ ઘવાયા હતા અને તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. 

10 માંગણી સાથે કોંગ્રેસ દ્વારા ટોરેન્ટ પાવર સામે હલ્લાબોલ, સાઇન બોર્ડ તોડ્યા

ગૌરવ પટેલ/ અમદાવાદ: અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિજળી સપ્લાય કરતી ટોરેન્ટ પાવર સામે હલ્લા બોલ કરી કંપનીની ઝોનલ ઓફીસને તાળા બંધી કરવામાં આવી. કોંગ્રેસનો આક્ષેપ છે કે કંપની દ્વારા શહેરીજનો પાસે ઉઘાડી લૂંટ કરવામાં આવે છે જે લાભ અમદાવાદ ઇલેક્ટ્રીસીટી કંપની (એઇસી)માં ગ્રાહકોને મળતા હતા તે લાભા આજે  ટોરેન્ટ પાવરમાં મળતા નથી.

fallbacks

અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમરાઇવાડી ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા. ધરણા બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો રેલી સ્વરૂપે ટોરેન્ટ પાવરની ઓફીસ ખાતે પહોચ્યા હતા. જ્યાં કાર્યકરોએ હલ્લાબોલ કરી સાઇન બોર્ડ તોડ્યા હતા. કોંગ્રેસના ઉશ્કેરાયેલા કાર્યકરોને રોકવા જતાં શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલ ઘવાયા હતા અને તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. કોંગ્રેસના આગેવાનોએ વિજ સપ્લાય કરતી કંપનીના અધિકારીઓને આવેદન પત્ર આપી તેમની સાથે ચર્ચા કરી હતી. તેમની સમક્ષ કુલ 10થી વધુ માંગણીઓ મુકી હતી.

અમદવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ટોરોન્ટ પાવર સામે નાની મોટી 10 થી વધુ માંગણીઓ કરવામાં આવી છે.

1. વિજળી રોજીદી જરૂરિયાત હોવાથી તેમાં નફાખોરીને સ્થાને માત્ર સર્વિસ ચાર્જ લેવો.
2. મુંબઇ પુના દિલ્હીની જેમ 130 રૂપિયાનો ફિક્સ ચાર્જ ઘટાડી 50 રૂપિયા કરવો.
3. અક્ષરજ્ઞાન ન ધરવતા સામાન્ય વ્યક્તિને સમજાય તે રીતે બીલ બનાવવું.
4. પ્રતિ યુનિટ ચાર્જ ઘટડાવો અને નવા મીટરથી કઇ રીતે લાભ થાય તે જાહેર કરવું.
5. બીલની ગણતરી એક માસની કરવી જેથી સામાન્ય પરિવાર પર આર્થિક ભારણ ન આવે.
6. 0 થી 100 ના ગુણાંકમાં યુનિટની ગણતરી દાખલ કરવી.
7. કંપનીનો વાર્ષિક અહેવાલ વર્તમાન પત્રોમાં પ્રકાશિત કરવો.
8. ગરીબ પરિવારો માટે સહાયક યોજના જાહેર કરવી.
9. વીજ કનેક્શન કાપવાની પ્રથા બંધ કરવી અથવા કપાયતો નવા જોડાણ માટે લેવાતી ડિપોઝીટ પ્રથા બંધ કરવી.
10. નિયત મર્યાદામાં બીલ ભરતા ગ્રાહકોને કમીશન આપવું.

અમદવાદ શહેર કોંગ્રેસ દ્વારા ચાલુ બીલ સાઇકલથી આ માંગણીઓ અમલમાં મુકવાની અપીલ કરવામાં આવી છે સાથે જ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે જો અમલવારી નહી થાય તો આંદોલનને વધુ જલદ બનાવવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More