Home> Gujarat
Advertisement
Prev
Next

કોંગ્રેસે કર્યું ગુજરાતનું અપમાન, કોમનવેલ્થ ગેમ્સને લઇને કર્યો વિવાદાસ્પદ કટાક્ષ

ભારતીય દળમાં આ વખતે સૌથી વધુ 43 ખેલાડી હરિયાણાના હતા, જેમાંથી 17 ખેલાડીઓએ મેડલ જીતીને દેશ અને પ્રદેશનું નામ રોશન કર્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા દેશના ગૌરવની વાત કરવાના બદલે પ્રાંતવાદનું રાજકારણ શરૂ કરી દીધું છે. 

કોંગ્રેસે કર્યું ગુજરાતનું અપમાન, કોમનવેલ્થ ગેમ્સને લઇને કર્યો વિવાદાસ્પદ કટાક્ષ

અમદાવાદ: બર્મિંઘમમાં પૂર્ણ થયેલી કોમનવેલ્થ ગેમ્સમાં દેશના ખેલાડીઓએ પોતાનું શાનદાર પ્રદર્શન યથાવત રાખતા કુલ 61 મેડલ જીત્યા છે, જેમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ સામેલ છે. દેશની વસ્તીમાં લગભગ 2 ટકા ભાગીદાર હરિયાણાએ આ રમતમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ભારતીય દળમાં આ વખતે સૌથી વધુ 43 ખેલાડી હરિયાણાના હતા, જેમાંથી 17 ખેલાડીઓએ મેડલ જીતીને દેશ અને પ્રદેશનું નામ રોશન કર્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા દેશના ગૌરવની વાત કરવાના બદલે પ્રાંતવાદનું રાજકારણ શરૂ કરી દીધું છે. 

fallbacks

ભારતીય ખેલાડીઓએ કોમેનવેલ્થ ગેમ્સમાં 61 મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. જો તરફ ખુશીનો માહોલ છે અને ઉજવણી થઇ રહી છે. ત્યારે કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમના ઇન્ચાર્જે કોમનવેલ્થ મામલે ગુજરાત પર કટાક્ષ કર્યો છે. કોંગ્રેસના મહિલા નેતા નતાશા શર્માએ વિવાદાસ્પદ ટ્વીટ કરીને વિવાદનો મધપૂડો છેડ્યો છે. 

fallbacks

કોંગ્રેસના મહિલા નેતા નત્તાશા શર્માએ વિવાદાસ્પદ ટ્વીટ કરતાં લખ્યું હતું કે 'કોમનવેલ્થમાં ગુજરાતના કોઇ ખેલાડી ગોલ્ડ મેડલ લાવ્યા કે નહિ કે પછી દેશ છોડીને ભાગી જવામાં જ ગોલ્ડ મેડાલિસ્ટ છે. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. જેમાં સુરતના હરમીત દેસાઇએ ગોલ્ડ મેડલ જીત્યો છે તો ભાવિના પટેલે ગોલ્ડ મેડલ જીત્યો છે. બીજી તરફ સોનલ પટેલે બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More